<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

આપે કહ્યું -સત્ય,બંધારણની જીત,બંધારણ અને લોકશાહીની રક્ષા માટે સુપ્રીમ કોર્ટનો આભાર :હવે સરમુખત્યારશાહીનો અંત આવશે

બંધારણ અને લોકશાહીને બચાવવા દેશની જનતાને તેમના મતની શક્તિથી સરમુખત્યારશાહી શાસનને ઉથલાવી દેવાની અપીલ

નવી દિલ્હી : કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ સત્ય છે, બંધારણની જીત થઈ છે. બંધારણ અને લોકશાહીની રક્ષા માટે અમે સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ. હવે સરમુખત્યારશાહીનો અંત આવશે અને તે આ 2024ની ચૂંટણીમાં જ થશે. બંધારણ અને લોકશાહીને બચાવવા દેશની જનતાને તેમના મતની શક્તિથી સરમુખત્યારશાહી શાસનને ઉથલાવી દેવાની અપીલ છે

   પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને આ અંગે લખ્યું છે અરવિંદ કેજરીવાલ એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે અને હવે આપણે આ વિચાર સાથે વધુ ઝડપે આગળ વધીશું. ઈન્કલાબ ઝિંદાબાદ. .


 

(8:03 PM IST)