તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 10th May 2024
જેલ મુક્તિ બાદ સીએમ આવાસ પહોંચ્યા અરવિંદ કેજરીવાલ : કહ્યું -દેશ તાનાશાહીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે
--- કાલે સવારે 11 વાગ્યે તેઓ કનોટ પ્લેસમાં હનુમાન મંદિરની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો આદેશ આપ્યો છે અને તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ કેજરીવાલ પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા છે. ઘરે જતા તેઓ કારમાંથી બહાર આવ્યા અને AAP કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમારા બધાની વચ્ચે રહીને સારું લાગે છે. મેં કહ્યું હતું કે હું જલ્દી આવીશ, હું આવ્યો. તેમણે કહ્યું કે આવતીકાલે સવારે 11 વાગ્યે તેઓ કનોટ પ્લેસમાં હનુમાન મંદિરની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
