તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 12th May 2024
સીએમ પદની લાલસા અને દીકરાને સ્થાપિત કરવા માટે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને ફડણવીસને દગો કર્યો :પિયુષ ગોયલ
તેમણે બાલાસાહેબ ઠાકરેના એ દરેક સિદ્ધાંતોને ત્યાગી દીધા, જેના માટે શિવસેના ઊભી હતી. તેમણે હિન્દુત્વનો ત્યાગ કરી દીધો

મુંબઈ: કેન્દ્રીય મંત્રી અને ભાજપના મુંબઈ ઉત્તરથી ઉમેદવાર પીષૂય ગોયલે એક એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મહારાષ્ટ્રના મતદારો પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસ પ્રત્યે સહાનુભૂતિ રાખશે, કેમ કે ઉદ્ધવ ઠાકરેએ તેમને દગો આપ્યો છે.
ગોયલે કહ્યું કે, મહારાષ્ટ્રના રાજકારણે 2019માં એક નવો વળાંક લીધો. આપને યાદ હશે કે, 2019ની લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદીના નામ પર લડવામાં આવી હતી. મને હજુ પણ યાદ છે કે પોતાના વિસ્તારથી શિવસેના સાંસદને જિતાડવા માટે ઘરે ઘરેથી લઈને રેજિડેંટ વેલફેર એસોસિએશનની બેઠકોમાં ગયા હતા. શિવસેનાના સાંસદો મોદીજીના નામ પર ચૂંટણી જીત્યા હતા અને તેમને તેની જાણકારી છે
2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ વારંવાર કહેવાયું કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે. ત્યાં સુધી કે કેટલાય મંચ પર સાર્વજનિક બેઠકોમાં જ્યાં ઉદ્ધવ ઠાકરેજી હાજર હતા, એવું કહેવાયું કે, દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ અમને દગો આપ્યો. તેમણે મોદીજી અને દેવેન્દ્ર ફડણવીસને દગો આપ્યો. આખરે અમારુ આ ગઠબંધન હતું. ગઠબંધનને બહુમત મળ્યો હતો. કોઈને કોઈ રીતે તેમના મુખ્યમંત્રી બનવાની લાલસા અને કદાચ પોતાના દીકરાને સ્થાપિત કરવાની તેમની ઈચ્છાના કારણે તેમણે બાલાસાહેબ ઠાકરેના એ દરેક સિદ્ધાંતોને ત્યાગી દીધા, જેના માટે શિવસેના ઊભી હતી. તેમણે હિન્દુત્વનો ત્યાગ કરી દીધો. બાલા સાહેબ ઠાકરેનું પ્રસિદ્ધ કથન હતું. હું મારી પાર્ટી ભંગ કરી દઈશ, પણ કોંગ્રેસ સાથે ક્યારેય હાથ નહીં મિલાઉં, ઉદ્ધવ ઠાકરેએ તેને પણ છોડી દીધું.
તેમણે કહ્યું કે, તૃષ્ટિકરણની રાજનીતિના કારણે ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીના ખોળામાં જઈને બેસી ગયા. મને લાગે છે કે, તેને લઈને શિવસેનાની અંદર ખૂબ જ ગુસ્સો હતો. સાંસદો અને ધારાસભ્યોને અનુભવ થઈ ગયો કે આગામી વખતે તેમના પાસે કોઈ ચહેરો નહીં હોય. ત્યાર આવા સમયે લગભગ આખી શિવસેનાએ નિર્ણય કર્યો કે, તેમના નેતા બદલાવા જોઈએ. જ્યારે એકનાથ શિંદેજીને નેતા બનાવ્યા તો અમુક લોકોએ પાર્ટીથી બહાર રહેવાનો નિર્ણય લીધો. તેમની સાથે અમુક બે ચાર વરિષ્ઠ નેતા છે. ઉદ્ધવ ઠાકરે એક તૂટેલો ભાગ છે. મોટા ભાગના સાંસદો અને ધારાસભ્યો મૂળ શિવસેના સાથે છે. આ કોઈ વિભાજન નથી. શિવસેના યથાવત છે. તે એક નાનું એવું છુટુ પડેલું જૂથ છે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
