<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th May 2024

પટના રેલીમાં માતાની તસવીર જોઈને પીએમ મોદીના ચહેરા પર રેલાયું સ્મિત :ભેટ મેળવીને ભાવ-વિભોર થયા વડાપ્રધાન

હુગલીમાં પીએમ જનસભાને સંબોધિત કરતા હતા ત્યારે લોકોની ભીડમાં બે યુવકોએ વડાપ્રધાન મોદીની માતાની તસવીર લહેરાવી: મોદીએ તાત્કાલિક એસપીજીના જવાનને નિર્દેશ આપ્યા અને બંને તસવીર પોતાની પાસે મંગાવી

વડાપ્રધાન મોદી આજે ચૂંટણી પ્રચાર અંતર્ગત પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા જ્યાં તેમણે હુગલીમાં એક જનસભાને સંબોધિત કરી. આ જનસભા દરમિયાન એક ભાવુક ક્ષણ જોવા મળી. જ્યારે વડાપ્રધાન મોદી જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે તે સમયે લોકોની ભીડમાં બે યુવકોએ વડાપ્રધાન મોદીની માતાની તસવીર લહેરાવી. વડાપ્રધાનની નજર જેવી જ આ તસવીર પર પડી તો વડાપ્રધાન મોદીના ચહેરા પર અનાયાસે જ એક ભાવુક મુસ્કાન જોવા મળી હતી

વડાપ્રધાન મોદીએ તાત્કાલિક એસપીજીના જવાનને નિર્દેશ આપ્યા અને બંને તસવીર પોતાની પાસે મંગાવી. માતૃ દિવસના પ્રસંગે આ ભેટ મેળવીને વડાપ્રધાન મોદી ભાવ-વિભોર જોવા મળ્યા. 

  આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, પશ્ચિમના દેશોમાં લોકો આજના દિવસે માતૃ દિવસ તરીકે ઉજવે છે,પરંતુ ભારતમાં આપણે વર્ષના દરેક દિવસ માં દુર્ગા, માં કાલી અને ભારત માતાની પૂજા કરીએ છીએ. રેલીમાં જે લોકોએ મારી માતાની તસવીર બનાવી છે, હું એસપીજી કમાન્ડોને અપીલ કરું છું કે તે તસવીર મેળવી લો. કૃપ્યા તસવીરની પાછળ તમારું એડ્રેસ પણ લખી દેજો હું તમારા બંનેનો આભાર માનું છું.

વડાપ્રધાન મોદીને જે તસવીર ભેટમાં આપવામાં આવી તેમાંથી એકમાં વડાપ્રધાન મોદી પોતાની માતાના ચરણોમાં બેઠેલા જોવા મળ્યા અને તેમની માતા તેમની સાથે કંઈક વાતો કરતાં જોવા મળે છે. તો બીજી તસવીરમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબેન તેમના ખભ્ભા પર હાથ રાખીને તેમને પ્રેમ કરતાં જોવા મળી રહ્યાં છે. દુનિયામાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે મધર્સ ડે આજે એટલે કે 12 મેનાં રોજ ઉજવવામાં આવી રહ્યો છે.

હાલમાં જ વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની માતાને યાદ કરતા ભાવુક થયા હતા. વડાપ્રધાન મોદીના માતા હીરાબેનનું ગત વર્ષે નિધન થઈ ગયું. ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પહેલી લોકસભા ચૂંટણી છે જેમાં તેઓ પોતાની માતાને પગે લાગ્યા વગર ઉમેદવારી પત્રક ભરવા જશે. વડાપ્રધાન મોદી 14 મેનાં રોજ વારાણસીમાં ઉમેદવારી પત્રક ભરશે.


 

(9:55 PM IST)