તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 12th May 2024
અમેરિકી હથિયારો યુક્રેનને નથી લાગતા કામ :રશિયન સૈનિકોનો બોરીસિવકા, ઓહરિત્સેવ, પિલ્ના અને સ્ટ્રેલેચા ગામો પર કબજો
રશિયન દળોના હુમલાને કારણે 1,700 થી વધુ નાગરિકો વિસ્તાર છોડવો પડ્યો

રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. રશિયાના હુમલા બાદ યુક્રેન બેકફૂટ પર છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના પાંચ ગામો કબજે કર્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના સમયમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલા તેજ કરવામાં આવ્યા છે. હવે રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયન સૈન્ય દળોએ ઉત્તર-પૂર્વ યુક્રેનના પાંચ ગામો પર નિયંત્રણ મેળવી લીધું છે. યુક્રેનના પત્રકારો પાસેથી મળેલી માહિતી અનુસાર રશિયન સૈનિકોએ બોરીસિવકા, ઓહરિત્સેવ, પિલ્ના અને સ્ટ્રેલેચા ગામો પર કબજો જમાવ્યો છે અને આ તમામ ગામો યુક્રેનના ખાર્કિવ વિસ્તારમાં આવેલા છે. વર્તમાન પરિસ્થિતિ પરથી એવું લાગે છે કે અમેરિકન હથિયારો યુક્રેનને કામ નથી લાગી રહ્યા અને રશિયા યુદ્ધમાં સતત આગળ વધી રહ્યું છે.
રશિયન સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો કે પ્રાંત પરના હુમલામાં અન્ય એક ગામ પ્લેટેનીવકાને પણ કબજે કરવામાં આવ્યુ છે. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે 1,700 થી વધુ નાગરિકો વિસ્તાર છોડવો પડ્યો છે. આ હુમલાની અસર સામાન્ય લોકો પર પણ પડી છે અને તેઓ પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે.
ખાર્કિવના ગવર્નર ઓલેહ એસ.એ જણાવ્યું હતું કે હવાઈ હુમલા અને બોમ્બ વિસ્ફોટોમાં 30 થી વધુ વિવિધ નગરો અને ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. રશિયા તરફથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ શનિવારે રાત્રે ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ સંરક્ષણ પ્રણાલીએ રશિયાના બેલગોરોડ, કુર્સ્ક અને વોલ્ગોગ્રાડ પ્રાંતમાં છોડેલા 21 રોકેટ અને 16 ડ્રોનનો નાશ કર્યો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં બે લોકો માર્યા ગયા છે.
ઈઝરાયલે અમેરિકા અને અન્ય દેશોના વધતા દબાણને અવગણીને પોતાનું સૈન્ય અભિયાન વધારવા ગાઝાના દક્ષિણી શહેર રફાહને ખાલી કરવાનો નવો આદેશ જારી કર્યો છે. હજારો વધુ લોકોને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી છે. ઇઝરાયલી સૈન્યએ એમ પણ કહ્યું હતું કે તે વિનાશ પામેલા ઉત્તરી ગાઝામાં પ્રવેશી રહી છે, જ્યાં તેણે દાવો કર્યો હતો કે આતંકવાદી જૂથ હમાસ ફરીથી સંગઠિત થઈ ગયું છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
