તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ચોથા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ બેઠકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ: આંધ્રની ૧૭૫ વિધાનસભા બેઠકો અને ઓડિશાની ૨૮ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન ચાલુ

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ બેઠકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિંહા સહિત કુલ ૧૭૧૭ ઉમેદવારો મેદાનમાં છે.
આંધ્રની ૧૭૫ વિધાનસભા બેઠકો અને ઓડિશાની ૨૮ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે.
આ તબક્કામાં કુલ ૧૭.૭૦ કરોડ મતદારો ૧૯ લાખથી વધુ મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે, જેમાંથી ૮.૯૭ કરોડ મતદારો પુરુષ અને ૮.૭૩ કરોડ મહિલા મતદારો છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
