<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મહા ઠગ સંત નાનકદાસ મહારાજ અને નવીનસિંહે રાજ્યસભાની ટિકિટ આપવાની લાલચ આપી બે કરોડની ઠગાઈ કરી: બંને જેલમાં

દિલ્હી પોલીસે નવીન સિંહ અને નાનકદાસ નામના ૨ ઠગની ધરપકડ કરી છે. તેણે દિલ્હીના વેપારી નરેન્દ્રસિંહને રાષ્ટ્રપતિના ક્વોટામાંથી રાજ્ય સભાના સાંસદ બનાવવા માટે લાલચ આપી તેની સાથે ૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. 

 

આ નાનકદાસનો આશ્રમ પણ છે. રામનાથ કોવિંદ, બાબા રામદેવ, મંત્રી અર્જુનરામ મેઘવાલ સહિત અનેક હસ્તીઓ અહીં આવી ચુકી છે. 

 

પોતાને સંત તરીકે ઓળખાવતો નાનકદાસ મહારાજ આ પહેલાં ભાજપના ક્વોટામાંથી સેન્ટ્રલ ટી બોર્ડના સભ્ય પણ રહી ચૂક્યા છે.

 

ઠગ નાનક દાસ નો સાથીદાર નવીનસિંહ પોતાને રાષ્ટ્રપતિનો પ્રોટોકોલ ઓફિસર કહેતો હતો. તેમણે રાષ્ટ્રપતિનો નકલી પત્ર બનાવીને દિલ્હીના વેપારી નરેન્દ્રસિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

 

પોતાને સંત તરીકે ઓળખાવતો સંત નાનકદાસ મહારાજ રાજસ્થાનના નાગૌર જિલ્લાના રહેવાસી છે. તે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડવા માંગતો હતો, પરંતુ ટિકિટ ન મળી.

 

આ બંને ઠગે સાથે મળીને નરેન્દ્ર સિંહ પાસેથી રૂ. ૨ કરોડની ઉચાપત કરી હતી.  હાલ બંને દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.

 

દિલ્હીના પત્રકાર સચિન ગુપ્તાના ટ્વિટર હેન્ડલ ઉપર આ વિગતો પ્રસિદ્ધ થઈ છે.

(9:31 AM IST)