તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
GST વસૂલ્યા બાદ પણ ભરપાઇ નહીં કરનાર સામે પહેલા કાર્યવાહીનો આદેશ
કલકત્તા હાઇકોર્ટનો જીએસટી ચુકવણી કરનારાઓ માટે રાહત આપતો આદેશ

મુંબઇ,તા. ૧૩: વેપારીએ માલ ખરીદતી વખતે જીએસટીની ચુકવણી કરી દીધી હોવા છતાં સામેવાળા વેપારીએ જીએસટીની ચુકવણી વિભાગમાં કરી નહીં હોવાના કારણે તેની વસૂલાત માટે નોટિસ આપવામાં આવતી હોય છે. આ નોટિસ આપતા પહેલા જે વેપારીએ જીએસટી વિભાગમાં જમા કરાવ્યો નહીં હોય તેની સામે તપાસ કરીને વસૂલાત કરવામાં આવે તેવો આદેશ કલકાત્તા હાઇકોર્ટે આપ્યો છે. સામાન્ય રીતે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા વેપારીએ જીએસટી બીજા વેપારીને આપ્યા બાદ વિભાગમાં જમા કરાવ્યો નહીં હોય તેવા કિસ્સામાં વેપારીએ રિટર્ન ભરતી વખતે ક્રેડિટ લીધી હોય તો તેની પાસેથી ક્રેડિટ વસૂલાત કરવાની સાથે દંડ અને વ્યાજ પણ વસૂલાત કરવામાં આવતી હોય છે. આ મુદ્દે કોલકાતા હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવતા હાઈકોર્ટે વેપારી દ્વારા બીજા વેપારીને જીએસટીની ચુકવણી નહીં કરી હોય તેવા કિસ્સામાં અધિકારીઓ દ્વારા જે વેપારીએ જીએસટી ભરપાઈ કર્યો નથી તેની પાસેથી વસૂલાત કરવામાં આવે. કારણ કે સામેવાળા વેપારીએ માલ ખરીદતી વખતે જીએસટી ભરપાઈ કરી દીધો હોય છે. તેમજ તેને લગતા પુરાવા પણ તેઓ પાસેથી હોવાના લીધે ક્રેડિટ લેવાનો હકદાર હોવાનું પણ જણાવ્યું હતું. આ માટે સામેવાળા વેપારીને પરેશાન કરવા યોગ્ય નહીં હોવાની પણ તાકીદ કરી છે. જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા જીએસટી ભરપાઈ નહીં કરનાર વેપારી સામે કાર્યવાહી કરવાના બદલે સૌથી પહેલા ક્રેડિટ લેનારને નોટિસ ફટકારીને તે પરત કરવા માટે જણાવતા હોય છે. તેમજ પરત નહીં કરનાર વેપારીના જીએસટી નંબર બ્લોક કરી દેવા સુધીની ચીમકી આપતા હોય છે. તેના લીધે વેપારી દ્વારા માલ ખરીદતી વખતે જીએસટીની ચુકવણી કરી હોવા છતાં બીજી વખત ચુકવણી કરવાની સ્થિતિ સર્જાતી હોય છે. તેના લીધે વેપારીએ આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવતો હોય છે. (૨૨.૭)
વેપારીઓને આ નિર્ણયથી રાહત મળશે
કલકત્તા હાઇકોર્ટે આપેલા ચુકાદાને કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. એક વેપારીએ માલ ખરીધા બાદ ક્રેડિટ લીધી હોય તો તેવા કિસ્સામાં જે કાર્યવાહી કરવામાં આવે છે તેમાંથી હવે બચી શકવાની શક્યતા વધી જાય છે. -સીએ
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
