તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
૧૦૦૦૦ કિલો ગલગોટા, ૫૦૦૦ કિલો ગુલાબ... પીએમ મોદીની ઉમેદવારી અને રોડ શો ટાણે મહેકશે વારાણસી
આજે પાંચ કિલોમીટર લાંબો રોડ-શોઃ કાલે ઉમેદવારી ફોર્મ ભરશે

વારાણસી,તા. ૧૩: વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે ૧૪ મેએ (મંગળવાર) ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ દરમિયાન એનડીએના ઘણા નેતાઓ ઉપસ્થિત રહેશે. મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા સવારે અસ્સી ઘાટ જશે અને લગભગ ૧૦.૦૦ કલાકે કાળભૈરવ મંદિરે દર્શન કરશે. ત્યારબાદ પોણા અગિયાર વાગે NDA નેતાઓ સાથે બેઠક કરશે અને પછી ૧૧.૪૦ કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારબાદ તેઓ ઝારખંડ જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા કાશીના કોતવાલા બાબા કાળભૈરવના મંદિરમાં દર્શન કરશે અને પૂજા-અર્ચના પણ કરશે. અગાઉ તેમણે વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯માં પણ આ મંદિરમાં દર્શન કર્યા હતા. એવું કહેવાય છે કે, મંગળવાર કાલભૈરવનો ઉત્પત્તિ દિવસ છે. ભગવાન કાલભૈરવના દર્શન અને પૂજનથી વિશેષ ફળ મળે છે.
વડાપ્રધાન મોદી બાબા કાળભૈરવ મંદિરમાં દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરવાના છે. આ ઉપરાંત વારાણસીના રસ્તાઓ પર રોડ-શો યોજાવાનો છે, તેથી આ તમામ કાર્યક્રમો ભવ્યાતિભવ્ય બનાવવા ફૂલોનો પણ ઉપયોગ થશે, તેથી મળતા અહેવાલો મુજબ ઘણા કાર્યક્રમો હોવાથી વારણસીમાં ફૂલોની માંગ વધી છે.
વડાપ્રધાન મોદી ૧૪મી મેએ ઉમેદવારી ફોર્મ ભરવાના છે, જોકે તે પહેલા ૧૩મી મેએ તેમનો પાંચ કિલોમીટર લાંબો રોડ-શો યોજાવાનો છે. આ રોડ-શોને યાદગાર બનાવવા માટે માત્ર હજારો કિલો ફૂલોનો જ નહીં, આખા રોડને સજાવવામાં આવી રહ્યો છે. તેમના રોડ-શોમાં આખા રસ્તા પર પુષ્પવર્ષા પણ થશે.
વારાણસીના ચોક વિસ્તારમાં બાંસફાટક ફૂલ માર્કેટના સંચાલક એકાંશ અગ્રવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદીના રોડ-શોને ધ્યાને રાખી કેટલાક દિવસોથી માર્કેટમાંથી ફૂલો ખરીદવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૫૦૦૦ કિલો ગુલાબના ફૂલ અને ૧૦ હજાર કિલો ગલગોટાના ફૂલ સામેલ છે. આટલી ખરીદી છતાં સ્થાનીક માર્કેટમાં ફૂલોની અછત સર્જાઈ છે. તેમણે કહ્યું કે, ફૂલોની વર્ષા માટે ૨૦દ્મક વધુ જગ્યા પર ફલાવર મશીન લગાવાયા છે. જયારે વડાપ્રધાન મોદીનો રોડ-શો યોજાય છે, ત્યારે આવી રીતે ફૂલોની અછત સર્જાય છે. આટલી મોટી સંખ્યામાં ફૂલોનું વેચાણ થતાં વેપારીઓની સાથે ખેડૂતો પણ ખુશ છે.
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૧૦ રાજયોની ૯૬ બેઠકો પર ૧૩મી મેએ મતદાન થવાનું છે. આ ૧૦ રાજયોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પヘમિ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ ૫૯.૭૧ ટકા, બીજા તબક્કામાં ૬૦.૯૬ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૧.૪૫ ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં ૪૯ બેઠકો પર ૨૦મી મેએ, છઠ્ઠા તબક્કામાં ૫૭ બેઠકો પર ૨૫મી મેએ જયારે સાતમાં અને અંતિમ તબક્કામાં ૫૭ બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
