<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મારી બહેનને નહીં ચૂંટો તો હું રાજીનામું આપીશ અને મારી બેઠક પરથી વિજયી બનાવીશ

મુંબઇ,તા. ૧૩: છત્રપતિ શિવાજી મહારાજના તેરમા વંશજ અને ભારતીય જનતા પાર્ટીના સાતારા લોકસભા બેઠકના ઉમેદવાર ઉદયનરાજે ભોસલે ચોથા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે માનેલી બહેન પંકજા મુંડે માટે મેદાનમાં ઊતર્યા હતા. તેઓ પરળીમાં આયોજિત પ્રચારસભામાં પહોંચ્‍યા ત્‍યારે લોકોએ તેમનું તાળીઓની સાથે સીટી વગાડીને જોરદાર સ્‍વાગત કર્યું હતું અને તેમને કોલર ઉપર કરવાનું તેમ જ ફલાઇંગ કિસ કરવાનું કહેતાં ઉદયનરાજેએ લોકોની માગણી સ્‍વીકારી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે ‘બીડની જનતાનો પ્રેમ જોઈને મન ભરાઈ આવ્‍યું. જેવો પ્રેમ તમે મને કરો છો એવી જ રીતે પંકજા મુંડેને આ ચૂંટણીમાં વિજયી બનાવીને કરજો. તમે મારી બહેનને નહીં ચૂંટો તો હું રાજીનામું આપીશ અને મારી બેઠક પર પંકજાને ચૂંટણીમાં વિજયી બનાવીશ.' આ સાંભળીને જનતાએ પ્રતિસાદ આપ્‍યો હતો કે અમે તમારી અને પંકજા મુંડે સાથે છીએ.

(9:51 AM IST)