News of Monday, 13th May 2024
આંધ્રમાં ‘વોટના બદલામાં નોટ'નો ખેલ : રૂપિયા જેમને ન મળ્યા તેઓએ ઠેરઠેર દેખાવો કર્યા
૧ વોટની કિંમત ૧૦૦૦થી ૬૦૦૦ રૂપિયા !!
એક ઉમેદવારના કાર્યાલય બહાર લોકોનો હંગામો : અમને ૫૦૦૦ રૂપિયા નહિ મળ્યાનો દાવો : નારેબાજી : વચન આપી ફગી ગયાનો આરોપ : પોલીસને કરવી પડી દરમ્યાનગીરી

વિજયવાડા, તા.૧૩: ગંદા હૈ પર ધંધા હૈ યે..ચૂંટણી વખતે પણ લોકો આ ગીતને યાદ કરે છે. આંધ્રપ્રદેશમાં ચૂંટણી દરમિયાન મતદારોને ૧ રૂપિયાથી લઈને ૫,૦૦૦ રૂપિયા સુધીની રોકડ વહેંચવાના આરોપો લાગ્યા છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કેટલાક સ્થળોએ લોકો મતદાન પહેલા જ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે કહ્યું કે જો બધાને પૈસા મળ્યા તો કેમ ન મળ્યા.
આજે મતદાનના થોડા કલાકો પહેલા આંધ્રપ્રદેશમાં ઓછામાં ઓછા પાંચ સ્થળોએ ભારે હંગામો થયો હતો. લોકોએ નેતાઓ પાસેથી પૈસાની માંગ કરવાનું શરૂ કર્યું, જે તેમને વોટના બદલામાં આપવાનું કહેવામાં આવ્યું. જો કે આ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ખોટું છે પરંતુ આ રાજ્ય માટે તે કંઈ નવું નથી. રસપ્રદ વાત એ છે કે મોંઘવારી વધતાં એક મતની કિંમત પણ વધી. હા, ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઘણી વિધાનસભા અને લોકસભા મતવિસ્તારમાં વોટના બદલામાં રોકડની કિંમત ૧,૦૦૦ રૂપિયાથી ૬,૦૦૦ રૂપિયા સુધીની છે.
આજે રાજ્યમાં લોકસભાની ૨૫ અને વિધાનસભાની ૧૭૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. અગાઉ શનિવારે પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ ગયો હતો પરંતુ કેટલીક જગ્યાએ કથિત રીતે પૈસાની વહેંચણીનો ખેલ ચાલુ રહ્યો હતો. પલનાડુના સત્તેનાપલ્લીમાં ૧૮મા વોર્ડના મતદારો રસ્તા પર ઉતરી આવ્યા અને હંગામો મચાવ્યો. તેણે દાવો કર્યો હતો કે તેને પૈસા આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તે મળ્યા નથી
આવું જ દ્રશ્ય પીઠાપુરમમાં જોવા મળ્યું હતું. ઉમેદવારની ઓફિસ પાસે મતદારોની ભીડ જામી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પાર્ટી સમર્થકોએ દરેક મતદારને ૫,૦૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું પરંતુ કેટલીક મહિલાઓને હજુ સુધી પૈસા મળ્યા નથી. આના વિરોધમાં દેખાવો શરૂ થયા. પરિસ્થિતિ એટલી વધી ગઈ કે પોલીસે દરમિયાનગીરી કરીને લોકોને વિખેરવા પડ્યા.
ઓંગોલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક વોટના બદલામાં ૫,૦૦૦ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને છોડી દેવામાં આવ્યા તો તેઓએ વિરોધ શરૂ કર્યો. પૂર્વ ગોદાવરી જિલ્લાના કોંડેવરમ ગામમાં વિરોધ પ્રદર્શન થયું. કેટલાક લોકોનો આરોપ છે કે બધાને પૈસા મળ્યા પણ તેઓ પાછળ રહી ગયા.
વિજયવાડામાં પણ રોકડની વહેંચણીના આક્ષેપો થયા હતા. TOIના અહેવાલ મુજબ, એક MLA ઉમેદવારે તેના નજીકના મિત્રને વોટ માટે ૧૦૦૦ રૂપિયા વહેંચવા મોકલ્યા હતા. જે ઉમેદવારો પાસે ઓફિસ નથી તેઓ વતી લોકોને એક જગ્યાએ ભેગા થવા અને ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયાનું વિતરણ કરવા જણાવાયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પાર્ટીઓમાં પણ સ્પર્ધા જોવા મળી હતી. વિરોધીઓએ ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા વધુ વહેંચ્યા હોવાનું જાણવા મળતા કેટલાક નેતાઓની મુશ્કેલી પણ વધી ગઈ હતી. શહેરી મતદારોના જૂથો જેમ કે વેલ્ફેર કમિટી, એપાર્ટમેન્ટના રહેવાસીઓએ નવા જનરેટર, સોલાર પાવર, વધારાના જનરેટર જેવી વસ્તુઓની પણ માંગણી કરી હતી.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
