<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૧૭

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલ્‍પ અને સમર્પણરત સાધના

પ્રિય સોહનભાઇ,

સ્‍નેહ, ઘણો ઘણો સ્‍નેહ. હું બહારથી પાછો ફર્યો છું તો આપનો પત્ર મળ્‍યો છે, તેના શબ્‍દોથી આપના હૃદયની પુરી આકુળતા મારા સુધી સંવાદિત થઇ ગઇ છે. જે આકાંક્ષા આપના અન્‍તઃકરણને આંદોલિત કરી રહી છે, અને જે તૃષા આપની આંખોમાં આંસુ બની જાય છે, તેનું હું સારી રીતે જાણું છું. તે કયારે મારામાં પણ હતી, અને કયારે હું પણ તેનાથી પીડિત થયેલો છું.

હું આપના હૃદયને સમજી શકું છું. કારણ કે પ્રભુની તલાશમાં હું પણ તે રસ્‍તાઓથી નીકળ્‍યો છું, જેનાથી આપને નીકળવાનું છે. અને, તે આકુળતાને મેં પણ અનુભવી છે. જો કે એક દિવસે પ્રજજવલિત અગિ્ન બની જાય છે, એવી અગ્નિ જેમાં સ્‍વયંને જ મળી જવું પડે છે. પરંતુ તે બળી જવું એક નવા જીવનનો જન્‍મ પણ છે. બુંદ મટીને જ તો સાગર થઇ જાય છે.

સમાધિ સાધનાને માટે સતત પ્રયાસ કરી રહે. ધ્‍યાનને ઊંડેથી ઊંડે કરવું છે. તે જ માર્ગ છે. તેનાથી જ, અને ફકત તેનાથી જ, જીવન સત્‍ય સુધી પહોંચવું સંભવ થઇ શકે છે.

અને, જે સંકલ્‍પથી અને સંપૂર્ણ સમર્પણથી સાધનારત થાય છે, સ્‍મરણ રાખ કે તેનું ઉઠાવેલાં કોઇ ચરણ કયારેય વ્‍યર્થ નથી જતાં.

ત્‍યાં બધાંને મારા પ્રણામ કહેજો. શ્રી માણેકલાલજીની નવા વર્ષની શુભેચ્‍છાઓ મળી છે, પરમાત્‍મા તેમનાં અંતસૂને જયોતિર્મય કરે, આ જ મારી પ્રાર્થના છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:52 AM IST)