News of Monday, 13th May 2024
ભારતમાં જે કોઇ વડાપ્રધાન બને તેના નામમાં ‘‘એન'' અથવા ‘‘આર'' અક્ષર આવે જ છે : જય પ્રકાશ માઢક
નરેન્દ્રભાઇ પછી યોગી આદિત્યનાથ ભારતના વડાપ્રધાન અવશ્ય બની શકે છે

રાજકોટ, તા. ૧૩ : જ્યોતિષ શાષાી જયપ્રકાશ માઢકે પોતાનું એક રસપ્રદ તારણ રજૂ કરતાં જણાવ્યુ હતુ કે ભારત માં આજસુધીમાં જે કોઈ પ્રધાનમંત્રી થયા એ બધા ના નામમાં N કે R અક્ષર આવે છે અને આજ સુધી આ યોગાનુયોગ એકપણ અપવાદ વિના જળવાઈ રહ્યો છે તથા જેના નામ માં આ બેમાંથી એક પણ અક્ષર આવતો ન હોય એ હજુ સુધી માં કયારેય ભારતના પ્રધાનમંત્રી બની શકયા નથી ! આમ ન્યૂમરોલોજી પ્રમાણે ભારતના પ્રધાનમંત્રી બનવા માટે વ્યક્તિના નામના સ્પેલીન્ગ માં N અથવા R હોવો જરુરી છે!આ રહી ભારતના આજ સુધીના પ્રધાનમંત્રીઓની યાદી : ૧.જવાહરલાલ નહેરુ,૨.લાલબહાદૂર શાષાી, ૩.ઈન્દિરા ગાંધી, ૪.મોરારજી દેસાઈ, ૫.ચૌધરી ચરણ સિંહ, ૬.રાજીવ ગાંધી, ૭.વિશ્વનાથ પ્રતાપ સિંહ, ૮.ચંદ્રશેખર, ૯.પી.વી.નરસિંહ રાવ, ૧૦.હરદનહલ્લી દેવેગૌડા, ૧૧.ઈન્દ્રકુમાર ગુજરાલ, ૧૨.અટલ બિહારી બાજપેયી, ૧૩.મનમોહન સિંહ, ૧૪.નરેન્દ્રભાઈ મોદી. આમાંના અમુક નામો માં તો N તથા R બન્ને આવે છે! ત્યાં સુધી કે બે વખત કાર્યકારી વડાપ્રધાન રહેલા ગુલઝારી લાલ નંદા ના નામ માં પણ N કે R વાળો આ યોગાનુયોગ જળવાઈ રહ્યો હતો!
આ તકે જયપ્રકાશ માઢકે જણાવ્યુ હતુ કે બંગાળના મોટા કમ્યુનિસ્ટ નેતા જ્યોતિ બાસુ એક ખમતીધર નેતા હતા અને ભારતના ભાવિ પ્રધાનમંત્રી તરીકે એમનુ નામ બહુ લેવાતુ હતુ તથા દેશના પ્રધાનમંત્રી થવા માટે તેઓને કેપેબલ પણ ગણવા માં આવતા હતા, છતાં તેઓ કયારેય ભારતના વડાપ્રધાન બની શકયા ન હતા કારણકે તેમના નામ માં N કે R એ બે માંથી એક્કેય અક્ષર ન હતો! અને દક્ષિણ માંથી જયલલિતા પણ ખૂબ જ લોકપ્રિય હોવા છતાં વડાપ્રધાન બની શકયા નહિ તથા માયાવતીજી પણ હજુ સુધી ભારતના પ્રધાનમંત્રી બની શકયા નથી!જોઈએ કે આગળ ઉપર આ યોગાનુયોગ જળવાઈ રહે છે કે નહિ! અખિલેશ યાદવના નામ માં પણ N અથવા R નથી ! શ્રી અમિતશાહ ના નામ માં પણ આ બે માંથી એક્કેય અક્ષર નથી.
પરંતુ આ બાબત મૂજબ જોતાં નરેન્દ્રભાઈ મોદી પછી યોગી આદિત્ય નાથ અવશ્ય ભારતના વડાપ્રધાન બની શકે છે કેમકે એમના નામ માં N છે! મનમોહનસિંહ ના નામ માં માત્ર N આવતો હતો અને ય્ આવતો ન હતો છતાં તેઓ ભારતના પ્રધાનમંત્રી બનેલા હતા!
અંતમાં જયપ્રકાશ માઢકે ઉમેર્યુ હતુ કે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની જેમ દુનિયા ના સૌથી જૂના લોકતંત્ર અમેરીકા માં પણ ઉપરનો યોગાનુયોગ જોવા મળે છે અને અમેરિકા માં અત્યાર સુધી ૪૬ પ્રમુખો થયા છે અને ૧૧ મા પ્રમુખ જેમ્સ કે. પોક ના અપવાદ ને બાદ કરતાં દરેકના નામ માં N અથવા R જોવા મળે છે! જો બાઈડેન અમેરિકાના ૪૬મા પ્રમુખ છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
