<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

કેજરીવાલને મુખ્‍યમંત્રી પદેથી હટાવવાની માંગણી કરતી અરજી સુપ્રિમે ફગાવી દીધી : ગવર્નર ઈચ્‍છે તો તેઓ આ મામલે હસ્‍તક્ષેપ કરી શકે

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્‍યમંત્રીપદેથી હટાવવાની માંગણી કરતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે : આ રીટ પીટીશનમાં કહેવાયુ હતું કે, કેજરીવાલની દારૂનીતિ મામલે ધરપકડ પછી મુખ્‍યમંત્રી પદેથી હટાવી દેવા જોઈએ, પરંતુ સુપ્રિમ કોર્ટે આ અરજી રદ્દ કરી નાખી છે : જસ્‍ટીસ સંજીવ ખન્‍ના અને જસ્‍ટીસ દિપંકર દત્તાએ કહેલ કે દિલ્‍હી હાઈકોર્ટના ચુકાદામાં સુપ્રિમ હસ્‍તક્ષેપ કરશે નહિં : સુપ્રિમ કોર્ટે કહેલ કે જો દિલ્‍હીના લેફટનન્‍ટ ગર્વનર ઈચ્‍છે તો આ મામલામાં હસ્‍તક્ષેપ કરી શકે છે

(12:59 PM IST)