તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
આપણા કર્તવ્યને નિભાવીએ અને લોકતંત્રને મજબુત કરીએઃનરેન્દ્રભાઇ
લોકસભાના ચોથા તબક્કાના મતદાન પૂર્વ પીએમ મોદીનું ટ્વીટ

નવી દિલ્હી : આજે લોકસભાના ચોથા તબક્કાનું મતદાન યોજાઇ રહયું છે.ત્યારે નરેન્દ્રભાઇએ ટ્વીટ કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.નરેન્દ્રભાઇએ ટ્વીટમાં જણાવેલ કે લોકસભા ચુંટણીના ચોથા ચરણમાં આજે ૧૦ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની ૯૬ બેઠકો પર મતદાન થઇ રહયું છે.મને વિશ્વાસ છે કે આ બધી બેઠકો ઉપર મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે.જેમાં યુવા અને મહિલા મતદાર ઉત્સાહપૂર્વક ભાગ લેશે.આવો આપણા કર્તવ્યને નિભાવીએ અને લોકતંત્રને મજબુત કરીએ
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
