<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

રાજકારણથી હટીને, દેશની રાજધાનીમાં ખડકાયેલ ૩૫૦૦ મેટ્રિક ટન કચરાનો, નિકાલ કરવાનો ઉપાય કરો: સુપ્રીમની ટકોર: કેજરીવાલ ઉપર થયેલા બદનક્ષીના કેસને પડકારતી કેજરીવાલની અરજી ઉપરની સુનાવણી ઓગસ્ટમાં સુપ્રીમે મુલતવી રાખી

દેશની રાજધાની દિલ્હીની સ્થિતિ ભયાનક છે, સુપ્રીમ કોર્ટ કહે છે કારણ કે અહીં ૩૮૦૦ મેટ્રિક ટન કચરો, જેમનો તેમ, કોઈપણ ટ્રીટમેન્ટ વિના પડ્યો છે.  દિલ્હી સરકાર અને દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની સુપ્રીમે ખીંચાઈ કરી છે અને કહ્યું છે કે  "આપણે વિશ્વને શું સંકેત આપી રહ્યા છીએ...? આ મુદ્દો રાજકારણથી હટીને નીપટાવવો જોઈએ."

સુપ્રીમ કોર્ટે બીજેપી આઈટી સેલ પર ધ્રુવ રાઠીના વીડિયોને રીટ્વીટ કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ઉપર થયેલા બદનક્ષીના કેસને પડકારતી કેજરીવાલની અરજી ઉપરની સુનાવણી ઓગસ્ટમાં મુલતવી રાખી છે.

સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં પૂછ્યું હતું કે કેજરીવાલ કહે છે કે તેણે ભૂલ કરી છે, તો શું તેમના ઉપરનો ફોજદારી કેસ પાછો ખેંચી શકાય ?

(2:05 PM IST)