<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

અમેરિકા નહીં, હવે ચીન છે ભારતનું સૌથી મોટું બીઝનેસ પાર્ટનરઃ ૨૦૨૩-૨૪માં ભારતની નિકાસ વધીને પહોંચી ૭૭૮.૨ અબજ ડોલર

નવી દિલ્‍હી,તા. ૧૩:  અમેરિકા હવે ભારતનું સૌથી મોટુ બીઝનેસ પાર્ટનર નથી રહ્યું. ચીન સાથે પાછલા ત્રણ-ચાર વર્ષથી ચાલી રહેલ તણાવ છતા ડ્રેગન અત્‍યારે ભારતનું સૌથી મોટુ વ્‍યાપારિક ભાગીદાર છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ -૨૪માં ભારત-ચીનનો દ્વિપક્ષીય બીઝનેસ ૧૧૮.૪ અબજ ડોલર, જ્‍યારે અમેરીકા-ભારત બીઝનેસ ૧૧૮.૩ અબર ડોલર રહ્યો છે. ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩માં અમેરિકા ભારતનું સૌથી મોટુ ટ્રેડીંગ પાર્ટનર હતું. ગત નાણાકીય વર્ષમાં ભારતે ચીનથી ૧૦૧.૭ અબર ડોલરની આયાત કરી અને ૧૬.૬૭ અબજ ડોલરની નિકાસ કરી હતી. વૈશ્વિક પડકારો હોવા છતાં ૨૦૨૩-૨૪માં વિશ્વના ૨૩૮ દેશોમાંથી ૧૧૫ દેશોમાં ભારતની નિકાલ વધી છે.

ભારતે ૨૦૨૩-૨૪માં ચીનને સૌથી વધારે લોહતત્‍વો,સૂતરાઉ દોરા, કપડા, હસ્‍ત ઉદ્યોગના ઉત્‍પાદનો, મસાલ, ફળ અને શાકભાજી, પ્‍લાસ્‍ટીક અને લીનોલીયમ નિકાસ કર્યું. તો ચીનથી ઇલેકટ્રોનીક સામાન, ન્‍યુકલીયર રીએકટરો, બોયલર, ઓર્ગેનીક કેમીકલ, પ્‍લાસ્‍ટીકનો સામાન, ખાતર, વાહનોનો સામાન, રાસાયણીક ઉત્‍પાદનો, લોખંડ અને સ્‍ટીલનો સામાન અને એલ્‍યુમીનીયમનો સામાન આયાત કર્યો હતો.

અમેરિકાને ભારતથી નિકાસ ૧.૩૨ ટકા ઘટીને ૭૭.૫ અબજ ડોલર અને અમેરિકાથી ભારતમાં આયાત ૨૦ ટકા ઘટીને ૪૦.૧ અબજ ડોલર રહી હતી

(2:39 PM IST)