તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
‘આરપાર જોડ દો, કારગીલ કો ખોલ દો': પીઓકેમાં લહેરાયો તિરંગો

ઇસ્લામાબાદ તા. ૧૩: આર્થિક રીતે બેહાલ પાકિસ્તાન માટે પીઓકે પર પોતાની પકડ જાળવી રાખવી હવે મુશ્કેલ બનતી જાય છે. હેરાન પરેશાન પીઓકે નિવાસીઓ મનાઇઓનું ઉલ્લંઘન કરી પાકિસ્તાન સરકાર વિરૂધ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. શનિવારે જ સામાન્ય લોકો અને સુરક્ષાદળો વચ્ચે શરૂ થયેલ હિંસક અથડામણમાં રવિવારે એક પોલીસ સબ ઇન્સ્પેકટરનું ગોળી વાગવાથી મોત થયું હતું. અલગ-અલગ વિસ્તારોમાં થયેલ હિંસક અથડામણોમાં ૧૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતાં તેમાં વધારે પડતા પોલીસ કર્મી.ઓ હોવાનું જણાવાઇ રહ્યું છે.
મોંઘવારી અને જરૂરી ચીજોની અછતથી પરેશાન લોકો પીઓકેનું ભારતમાં મર્જરની માંગણી કરી રહ્યા છે. પ્રદર્શન દરમ્યાન ત્યાં ભારતનો તીરંગો પણ લહેરાતો જોવા મળ્યો છે. શનિવારે સેના અને રેંજરોએ પ્રદર્શનકારીઓ પર એકે-૪૭ થી ફાયરીંગ કર્યું હતું. જેમાં બે લોકોના મોત થયા હતા.
પીઓકેના લોકો પાકિસ્તાનની ભેદભાવભરી નીતિઓથી એક વર્ષ બગડયા છે. તેઓ પોતાના વિસ્તારને ભારતના લદાખ સાથે જોડવાની માંગણી કરી રહ્યા છે. પ્રદર્શન દરમ્યાન ‘‘આર-પાર જોડ દો, કારગીલ કો ખોલ દો'' જેવા નારાઓ લગાવતા જોવા મળ્યા હતા. પીઓકેઢના લોકો સીપઇસીનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ગલીયારાની આડમાં તેમની જમીનનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધીઓ માટે કરવામાં આવશે અને ભારતના જવાબી હુમલાઓ તેમણે સહન કરવા પડશે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
