તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
તમારા એક વોટથી આખા પરિવારની તકદીર બદલી જશેઃ રાહુલ ગાંધી
કોંગે્રસના પૂર્વ અધ્યક્ષે ચોથા ચરણમાં મતદાન માટે કરી અપીલ

નવી દિલ્હી : કોગે્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાના ચોથા તબકકાના મતદાન માટે લોકોને મતદાન કરવા અપીલ કરતું ટ્વીટ કર્યુ હતુ. ટ્વીટમાં જણાવ્યા મુજબ આજે ચોથા તબક્કાનું મતદાન છે.પહેલા ત્રણ ચરણમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે ૪ જુને ઇન્ડીયાની સરકાર બનવા જઇ રહી છે.યાદ રાખો એક વોટ થી ફકત તમારા લોકતાંત્રીક અધિકારીની જ રક્ષા નહી થાય પણ સાથે ૧ લાખ સાથે આખા પરિવારની તકદીર બદલી જશે.૧ વોટ-યુવાઓ માટે ૧ લાખ રૂપીયા વાર્ષિકની પહેલી નોકરી પાકી ૧ વોટ-ગરીબ મહિલાઓના બેંક ખાતામાં ૧ લાખ રૂપિયા વાર્ષિક એટલે મોટી સંખ્યામાં બહાર નિકળી મતદાન કરો અને બતાવો કે દેશ હવે પોતાના મુદ્દાઓ પર વોટ કરશે-ભટકશે નહી?
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
