<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

સાંકરી (બારડોલી) ખાતેના સંત સમૂહ દ્વારા નિયમ જારીઃ વ્‍હોટસએપને બદલે ‘ટેલીગ્રામ'નો ઉપયોગ

BAPSનો નવો નિયમઃ ૧૮મીથી સંતોના વ્‍હોટ્‍સએપ થશે બંધ

નવા નિયમોના પાલન અંગે આબુધાબીથી સંત શ્રી બ્રહ્મવિહારી સ્‍વામી દ્વારા ‘અકિલા'ને અનુમોદનઃ નવા નિયમોથી ભકતો-અનુયાયીઓને સુખદ આશ્ચર્ય : જેમને સંતોનો સંપર્ક કરવો હોય તેમણે ટેલીગ્રામ વાપરવું પડશે

રાજકોટ, તા.૧૩ : BAPS એટલે કે બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થાન જેના સમગ્ર દેશ અને દુનિયામાં સેંકડો મંદિરો આવેલા છ.ે અને પ.પૂ. એવા પ્રમુખ સ્‍વામીના માર્ગદર્શનમાં નવી દિલ્‍હીથી માંડીને અમેરિકા સુધી મંદિરો, અને હજારો - લાખો અનુયાયીઓ અને સંતો પધરાયેલા છે, તેમના સત્તાવાર સંસ્‍થાન તરફથી સંતો દ્વારા રોજબરોજ કરવામાં આવતા વ્‍હોટસઅપ,  મેસેજો હવે તા.૧૮ મેથી બંધ થઇ જાય છે તેવા સમાચારો ‘વાઇરલ' થતા અને અનુયાયીઓ, સંતો તેમજ શુભેચ્‍છકોમાં ભારે આશ્ચર્ય અને આઘાત સર્જાયો છે.

સાંકરી (બારડોલી) જયાંથી પૂ. પ્રમુખ સ્‍વામીના હસ્‍તે સ્‍વામીનારાયણનું પ્રથમ મંદિર નિર્માણ થયુ હતુ તેના સંત સમૂહ દ્વારા મળેલા ટુંકા ‘વ્‍હોટસ એપ' મેસેજમાં જણાવવામાં આવ્‍યુ છે કે BAPS સંસ્‍થાના નવા નિયમ અનુસાર તા.૧૮ મેથી સંસ્‍થાન વ્‍હોટસએપ બંધ થઇ જશે.

તમામ પૂજય સંતોના વ્‍હોટસએપ બંધ થઇ જશે. અને સંતોના કામ પડે ત્‍યારે ‘ટેલીગ્રામ'માં મેસેજ કરવા. આ માટે મોબાઇલ ફોનમાં ટેલીગ્રામ એપ્‍લીકેશન ઇન્‍સ્‍ટોલ કરવી.

આ અંગે અબુધાબી સ્‍થિત બ્રહ્મવિહારી સ્‍વામીનો સંપર્ક કરવામાં આવતા તેમણે અકિલા સમક્ષ આ નવા નિયમના અમલ અંગે અનુમોદન આપ્‍યુ હતુ. હવે કોઇપણ ભક્‍તો કે અનુયાયીઓએ કોઇપણ સંતનો સંપર્ક કરવો હોય તો તેઓ વ્‍હોટ્‍સએપને બદલે ટેલીગ્રામ ઇન્‍સ્‍ટોલ કરી તેનો ઉપયોગ કરી સંતનો સંપર્ક કરી શકશે.

(7:34 PM IST)