તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
દેશને ‘પુતિન'મોડલ બનાવાઇ રહયું છે?

મુંબઇઃશિવસેના શિંદે જૂથના નેતા સંજય નિરૂપમના બયાન પર કેજરીવાલનો બચાવ કરતા શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહયું કે કેજરીવાલ જે કહી રહયા છે.તે બિલકુલ સાચુ છે ચુંટણી પહેલા એક રાજયના સીટીંગ મુખ્યમંત્રીને જેલમાં પુરી દેવાય છે.વિપક્ષના નેતાઓ પર ઇડી અને સીબીઆઇનો ઉપયોગ કરીને જેલમાં પુરી દેવાયા ચુંટણી પછી આવુ જ થશે પ્રિયંકાએ કહયું છે કે વડાપ્રધાન મોદી સાચા અર્થમાં ‘વન નેશન,વન લીડર'કરવા માંગે છે.તેઓ દેશને રશીયાના પુતીન મોડલ પર લઇ જવા માંગે છે. જયાં વિપક્ષ નામની કોઇ ચીજ જ ના હોય આજ તાનાશાહી છે.વિપક્ષને જેલમાં નાખીને ડરાવીને બાજુમાં ધકેલી દો અને દુનિયાને દેખાડો કે કેટલા વધારે મતોથી જીત્યા પણ દેશની પ્રજા હવે બધુ જાણે છે. ખરેખર તો શિવસેના શિંદે જૂથના પ્રવકતા સંજય નિરૂપમે અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકતા કહયું હતું કે કેજરીવાલ શરાબ નીતિ કૌભાંડના આરોપી છે.વચગાળાના જામીન પર બહાર આવ્યા છે.અને બીજી જૂને તેમણે ફરીથી જેલમાં જવું પડશે.જેણે શરાબ ના નામે લોકોના પૈસા ભેગા કર્યા છે તે વિપક્ષના નેતાઓને વડાપ્રધાન મોદી સીધા જેલમાં પુરવાનો ભય દેખાડી રહયા છે.તેમના સ્ટેટેમેટને બહુ મહત્વ આપવાની જરૂર નથી.નિરૂપમે કહયું કે વિપક્ષના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો હશે તો તેણે જેલમાં જવું પડશે.એ નક્કી છે.હું પણ થોડા દિવસ પહેલા વિપક્ષમાં હતો પણ મારે ત્યાં તો ઇડી કે સીબીઆઇના દરોડા નહોતા પડયા તેમણે વધુમાં કહયું કે મારા હિસાબે તો કેજરીવાલને જામીન આપવાની જરૂર જ નહોતી.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
