તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
સાવધાન,ઓનલાઇન ગેમ્બલીંગ એક બિમારી
૫૦૦ વેબસાઇટો ઓનલાઇન ગેમ્બલીંગ યુવા-કિશોરો ગુમાવી રહયા છે. ૯ લાખો રૂપિયા ઓન લાઇન જાહેરાતોથી ખેંચાય છે કિશોરો અને યુવાઓ

છતરપુરઃ ઓનલાઇન ગેમીંગની લત અને તેના દુષપરિણામો જોવા મળી રહયા છે.પણ હવે યુવાઅ અને કિશોરના માતા-પિતાઓએ સાવધાન થવાની જરૂર છે.અત્યારે કિશોર અને યુવાઓ પર ઓનલાઇન ગેમ્બલીંગનું ભૂત સવાર છે.પણ ૫૦૦ વેબસાઇટ દ્વારા દેશમાં ઓનલાઇન ગેમ્બલીંગ ચાલુ રહયું છે જયારે તેની લત લાગી જાય છે ત્યારે તે એક બીમારી બની જાય છે જેને પેથોલોજીક ગેમ્બલીંગ કહેવાય છે.
ઓનલાઇન ગેમ્બલીંગ માનવ કૌશલ્ય પર આધારિત નહી હોઇને સંયોગ પર આધારિત છે એટલે તે જુગારની પરિભાષા માં ગણાય છે તેના હેઠળ એક રંગ લાલ અથવા લીલો પસંદ કરવાનો હોય છે.લીલો રંગ આવે તો આર્થિક લાભ અને લાલ રંગ આવે તો આર્થિક નુકસાન થાય છે. આ ખેલમાં કયારેક કયારેક વેબસાઇટ બંધ થઇ જાય છે અને બીજી ખુલી જાય છે આવુ થવાથી પણ રમનારને આર્થિક નુકસાન થાય છે.
ઓનલાઇન વેબસાઇટ દ્વારા ૧૧૦૦ કરોડ રૂપિયાનો ખુલાસો હૈદ્વાબાદ પોલીસ કરી ચૂકી છે. આ ઓનલાઇન કંપનીઓ ૧૭થી૨૫ વર્ષના યુવાઓને ટાર્ગેટ કરી રહી છે.દેશમાં લગભગ ૫૦૦ વેબસાઇટ પર ઓનલાઇન ગેમ્બલીંગ ચાલી રહયું છે.ભારતમાં ગેમ્બલીંગ એકર ૧૮૬૭ હેઠળની જોગવાઇઓનું ઉલ્લંધન છે અને દંડનીય છે.
ઓનલાઇન ગેમરમીને પૈસા જીતવાની ધણી જાહેરાતો આવે છે.પૈસા કમાવાની લાલચમાં ૧૪ વર્ષના કિશોરથી માંડીને ૧૮ વર્ષથી વધુ વયના યુવાઓ ઓનલાઇન ગેમ રમવાનું શરૂ કરે છે.શરૂઆતમાં તેઓ થોડા પૈસા જીતે એટલે ગેમ રમવાનું વધુ મન થાય છે.જયારે હારવાનું શરૂ કરે છે તો નુકસાનની ભરપાઇ કરવા મોટા-મોટા દાવ લાગાવવા લાગે છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
