તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
તો અંબાણી- અદાણીની સરકાર હશેઃ રાહુલ
રાયબરેલી ખાતે ભાઇ-બહેને સરકાર પર નિશાન સાધ્યુ રાષ્ટ્રીય એકતા રાહુલની ભારત યાત્રાનો સંદેશઃ પ્રિયંકા

રાયબરેલી તા.૧૩: આજે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ સાથે રાયબરેલી ખાતે જનસભાને સંબોધી હતી. જનસભા પહેલા રાહુલ પોતાના દાદી તત્કાલીન પીએમ સ્વ.ઇન્દીરા ગાંધીજીના સ્મારક ખાતે પહોંચી શ્રધ્ધાજંલી અર્પી હતી.
રાહુલે જનસભાને સંબોધતા જણાવેલ કે, રાયબરેલી સાથે અમારો સંબંધ ખુબ જ જુનો છે. અમારા જવાહરલાલ નહેરૂજીએ પોતાનું રાજકીય જીવન અહીંથી શરૂ કર્યુ હતું.
આ ચુંટણીમાં ભાજપ-આરએસએસના લોકો બંધારણને ખતમ કરવાની કોશીશ કરી રહયા છે. તેમના નેતા કહે છે કે જેવા અમે ચુંટણી જીતીશું તેવું બંધારણ ખતમ કરી દેશું. દેશના દરેક વર્ગને જે પણ મળ્યું છે તે બંધારણથી મળ્યું છે. બંધારણ વિના દેશમાં જનતાની સરકાર ન થાય, અંબાણી- અદાણીની સરકાર હશે.
જો બંધારણ ખતમ થઇ ગયું તો તમને પબ્લીક સેકટરમાં રોજગાર નહી મળે, આરક્ષણ ખતમ થઇ જશે. દેશમાં ગરીબો માટે તમામ રસ્તાઓ બંધ થઇ જશે. નરેન્દ્ર મોદીએ કહયું હતું કે, ૨ કરોડ રોજગાર આપીશ. પછી કહે છે કે, દેશના યુવાઓ નાલામાં પાઇપ નાખો અને તેમાંથી નિકળતા ગેસથી પકોડા તળો.
કોરોનામાં વેન્ટીલેટર ન હતા ઓકસીજન ન હતો ગંગામાં મૃતદેહોના ઢગલા હતા.ત્યારે મોદી કહેતા કે,મોબાઇલની લાઇટ કરો,થાળી વગાડો,દેશમાં મોદી જયારથી આ બધું કરાવતા હતા ત્યારે કોરોનાથી લોકો મરી રહયા હતા.ત્યારે મિડીયા કહેતું કે વાહ જોવો શું વડાપ્રધાન છે.થાળી વગાડી દીધી.
હું અમેઠીમાં એકે-૪૭ રાઇફલની ફેકટ્રી લાવ્યો હતો.પણ હજી સુધી તેને શરૂ કરવામાં નથી આવી કેમકે પીએમ મોદી આ ફેકટ્રી અદાણીેને આપવા માંગે છે.મોદી અદાણી-અંબાણીને લાખો કરોડો રૂપીયા આપે છે.તે પૈસાથી તેઓ વિદેશમાં મિલ્કત ખરીદે છે. જો અમે તમને પૈસા આપીશું તો તમે રાયબરેલીથી સામાન ખરીદશો અહીના બજારમાં પૈસા આવશે પછી આસપાસની ફેકટ્રીમાં પણ કામ આવશે અને લોકોને રોજગાર મળશે.
આ રેલીમાં પ્રિયંકા ગાંધીએ પણ સંબોધન કરતા સરકારને આડે હાથ લીધી હતી.પ્રિયંકાઁએ જણાવેલ કે,રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૪ હજાર કી.મી.ની પદયાત્રા કરી.આ યાત્રા ઓનો ૈઉદેશ્યદ દેશને સંદેશ આપવાની હતી.કે આપણે બધા એક છીઁએ.
દેશનો વિકાસ ત્યારે થશે જયારે દેશની એકતા બનેલી રહેશે. નાનપણથી જ રાહુલને અન્યાય સહન નથી થતો. ભાઇએ જીવનભર ન્યાયની લડાઇ લડી છે. તેમના જેવા નીડર, સાહસી અને દરિયાદીલ વ્યકિત આખા દેશમાં નહીં મળે.
રાજકારણ અને જીવનમાં જે સાચુ બોલે છે તે વ્યકિતનું સમાજમાં અલગ મહત્વ હોય છે. રાહુલ સત્યની રાહ પર ચાલી રહયા છે અને રાયબરેલીની જનતા માટે કામ કરશે અને તમારી લડાઇ લડશેનું પણ પ્રિયંકાએ જણાવ્યું હતું
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
