<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

કાઉન્‍ટર પરથી પ્રસાદ લીધો, માથું નમાવ્‍યું, રોટલી બનાવી, લંગર પણ પીરસ્‍યુ : PM મોદીએ પટના સાહિબ ગુરુદ્વારામાં દિલ જીતી લીધું

લોકસભાની ચૂંટણી માટે બિહારના બે દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આજે બીજા દિવસે પટના શહેરની મુલાકાત લીધી હતી અને તખ્‍ત શ્રી હરમંદિર જી પટના સાહિબ પહોંચીને દશમેશ પિતા ગુરુ ગોવિંદ સિંહ જીના દરબારમાં દર્શન કર્યા હતાઃ આ પ્રસંગે વડાપ્રધાને ગુરુ મહારાજને દેશની પ્રગતિ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી અને તેમની શુભેચ્‍છાઓ માંગીઃ તેમણે લોકસભા ચૂંટણીમાં NDAની શાનદાર જીત માટે પ્રાર્થના પણ કરી હતીઃ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને સિરોપા આપીને તેમનું સન્‍માન કર્યું હતું. આ અવસરે વડાપ્રધાને ગુરુ મહારાજ સાથે જોડાયેલી યાદોને નિહાળી તો તેમણે ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધિકારીઓ પાસેથી આ સંબંધમાં વિશેષ માહિતી પણ મેળવીઃ આ અવસરે વડાપ્રધાને ગુરુ મહારાજના પ્રસાદનો પણ સંપૂર્ણ ભક્‍તિભાવ સાથે સ્‍વાદ ચાખ્‍યો હતો. માથા પર ભગવી પાઘડી પહેરેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આ દરમિયાન ખૂબ જ ખુશ દેખાતા હતાઃ આ દરમિયાન વડાપ્રધાન તખ્‍ત શ્રી હરમંદિર જી પટના સાહિબના લંગર હોલમાં પણ ગયા હતા, જ્‍યાં તેમણે લંગર તૈયાર કર્યો હતો. વડાપ્રધાને આ પ્રસંગે રોટલી પણ શેકી હતીઃ આ દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ શીખ મંડળમાં લંગર પણ પીરસ્‍યું હતું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની આ સાદગી જોઈને શીખ સંતોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ તખ્‍ત શ્રી હરમંદિર જી ગુરુદ્વારામાં લંગર તૈયાર કરવામાં મદદ કરી હતી. આ દરમિયાન ત્‍યાં હાજર લોકો પીએમ મોદીની સાદગીથી ખૂબ જ ઉત્‍સાહિત જોવા મળ્‍યા. પીએમએ પોતે એક ડોલ લઈને લોકોને લંગર પીરસ્‍યું.પીએમ મોદીએ શીખ સંતોનું હાથ જોડીને અભિવાદન કર્યું. ગુરુ મહારાજના ગેટ પર લગભગ ૨૦ મિનિટ સમય વિતાવ્‍યા બાદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો કાફલો પટના એરપોર્ટ માટે રવાના થયો હતો. વડાપ્રધાનનો કાફલો ગંગાના કિનારે મરીન ડ્રાઈવ થઈને તખ્‍ત શ્રી હર મંદિર જી પટના સાહિબ પહોંચ્‍યો અને તે જ માર્ગે તેમનો કાફલો પટના એરપોર્ટ માટે રવાના થયો. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના આગમનને લઈને પોલીસ પ્રશાસન એલર્ટ રહ્યું હતું. ગુરુદ્વારા અને આસપાસના વિસ્‍તારને સીલ કરી દેવામાં આવ્‍યો હતો. આ વિસ્‍તારોમાં મોટી સંખ્‍યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્‍યા હતા અને NSG કમાન્‍ડો પણ સ્‍થળ પર હાજર હતા. વડાપ્રધાન મરીન ડ્રાઈવ થઈને પહોંચ્‍યા હતા. આ અવસરે વડાપ્રધાને ગુરુ મહારાજના પ્રસાદનો પણ સંપૂર્ણ ભક્‍તિભાવ સાથે સ્‍વાદ ચાખ્‍યો હતો. માથા પર ભગવી પાઘડી પહેરેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આ દરમિયાન ખૂબ જ ઉત્‍સાહિત દેખાતા હતા.

(4:05 PM IST)