<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

બદ્રીનાથધામમાં વીઆઇપી કલ્‍ચરને ખતમ કરવા સ્‍થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન

સ્‍થાનિક રહેવાસીઓ, પાંડા સમાજ, વ્‍યાપર સભા સહિતના દ્વારા ગેઇટ નંબર ૩ ઉપર ઉગ્ર વિરોધ

નવી દિલ્‍હી,તા. ૧૩: બદ્રીનાથધામમાં તિર્થયાત્રીકોને પડતી મુશ્‍કેલીઓ અંગે પાંડા સમાજ, સ્‍થાનિકો તથા વ્‍યાપર સભા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને વીઆઇપી કલ્‍ચર ખતમ કરવા માંગ થઇ છે.

બદ્રીનાથધામમાં બધા લોકો તંત્ર સામે નારેબાજી કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે બામણી ગામ જતા પગપાળા રસ્‍તા ઉપર વીઆઇપીને દર્શન માટે કાર્યાલય બનાવાયું છે. જેના કારણે આ રસ્‍તો બંધ કરી દેવામાં આવતા ગ્રામજનો મુશ્‍કેલી અનુભવી રહ્યા છે.સ્‍થાનીક લોકોએ મંદિર સમિતી સામે પણ ગંભીર આરોપો લગાવ્‍યા છે અને કહ્યુ હતુ કે બદ્રીનાથધામમાં બધુ અવ્‍યવસ્‍થિત થયુ છે જેના કારણે સ્‍થાનિકો અને પ્રવાસીઓનો ભારે મુશ્‍કેલી પડી રહી છે

(4:24 PM IST)