<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

પાકિસ્‍તાનના સૈન્‍ય બજેટ કરતાં ભારત વિશ્વને વધુ સ્‍માર્ટફોન વેચે છે

પીએમ મોદીએ ભારતને મોબાઈલ એક્‍સપોર્ટ હબ બનાવવાનું સપનું જોયું હતું, જે સપનું હવે સાકાર થતું જોવા મળી રહ્યું છે

નવી દિલ્‍હી, તા.૧૩: સ્‍માર્ટફોન મેન્‍યુફેક્‍ચરિંગ અને ૅમેડ ઈન ઈન્‍ડિયૉ સ્‍માર્ટફોનના સંદર્ભમાં ભારત સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જેના કારણે પાડોશી દેશ પાકિસ્‍તાન અને તેના મિત્ર ચીનને મોટો ઝટકો લાગ્‍યો છે. પાકિસ્‍તાનમાં આર્થિક સ્‍થિતિ ખરાબ છે ત્‍યારે ભારતે રેકોર્ડ સંખ્‍યામાં ‘મેડ ઇન ઇન્‍ડિયા' સ્‍માર્ટફોનની નિકાસ કરીને ચીન માટે સ્‍થિતિ વધુ ખરાબ કરી છે.

ચીન વિશ્વનો સૌથી મોટો મોબાઈલ મેન્‍યુફેક્‍ચરિંગ દેશ છે, પરંતુ હવે ભારત ચીન પછી દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્‍પાદક દેશ બની ગયો છે. નિષ્‍ણાતોના મતે આગામી દિવસોમાં ચીનમાં મોબાઈલ મેન્‍યુફેક્‍ચરિંગમાં ઘટાડો થશે જ્‍યારે ભારતમાં વધારો થશે.

રિપોર્ટ અનુસાર, ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૧૧ અબજ ડોલરના મોબાઈલ ફોનની નિકાસ કરી છે, જે પાકિસ્‍તાનના સૈન્‍ય બજેટ કરતા વધુ છે. વર્ષ ૨૦૨૩ માટે પાકિસ્‍તાનનું લશ્‍કરી બજેટ ૮ અબજ ડોલર છે. એટલું જ નહીં, ભારતમાં દર વર્ષે લગભગ $૪૪ બિલિયનના સ્‍માર્ટફોનનું ઉત્‍પાદન સ્‍થાનિક સ્‍તરે થાય છે, જે પાકિસ્‍તાનના સંરક્ષણ ખર્ચ કરતાં વધુ છે.

એપલે મોબાઈલ એક્‍સપોર્ટના મામલે નવો રેકોર્ડ બનાવ્‍યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં એપલે ૧.૧ અબજ ડોલર (૯ હજાર કરોડ રૂપિયા)ના મેડ ઈન ઈન્‍ડિયા આઈફોનની નિકાસ કરી છે. એક વર્ષ પહેલા આ આંકડો $૫૮૦ મિલિયન હતો. મતલબ કે એપલે છેલ્લા એક વર્ષમાં ભારતમાંથી iPhoneની નિકાસમાં બેવડો ઉછાળો નોંધાવ્‍યો છે.

એપલ નાણાકીય વર્ષ ૨૦૨૫માં વર્ષે કરોડ રૂપિયાના મોબાઈલ ફોનની નિકાસ કરીને ચીન પછી બીજા નંબરનું સૌથી મોટું આઈફોન મેન્‍યુફેક્‍ચરિંગ હબ બની ગયું છે. એવું માનવામાં આવે છે કે વર્ષ ૨૦૨૬ સુધીમાં ભારતમાં આઈફોનનું ઉત્‍પાદન વધીને ૨૬ ટકા થઈ શકે છે, જે હાલમાં ૧૪ થી ૧૫ ટકા છે. ભારતમાં Appleનું કુલ ઉત્‍પાદન આશરે ઼૧૪ બિલિયન (રૂ. ૧.૨ લાખ કરોડ) સુધી પહોંચી ગયું છે.

(4:27 PM IST)