<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ભાજપમાં આંતરિક વિખવાદ પરાકાષ્‍ઠાએ ? પક્ષ વિરોધી પ્રવળત્તિ કરનારની હવે ખેર નથી !

દેશની સૌથી મોટી સહકારી સંસ્‍થા ઇફકોના ડિરેક્‍ટરની ચૂંટણીમાં ભાજપના મેન્‍ડેટવાળા ઉમેદવારને ભાજપના જ કદાવર નેતાઓએ હરાવી દેતા ગુજરાત ભાજપ હચમચી ગયું રાજકોટ, સાબરકાઠા, બનાસકાંઠા, આણંદ, જામનગર, વડોદરાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી પક્ષ વિરોધી પ્રવળત્તિને લઈને મોટા પાયે એક્‍શન લેવાય તેવા સંકેતો

નવી દિલ્‍હી, તા.૧૩: લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્‍યભરની વિવિધ બેઠકો પર આંતરિક વિખવાદ મતદાન પછી બહાર આવી રહ્યા છે. તાજેતરમા ઇફકોની ચૂંટણીમાં સહકારી ક્ષેત્રનો વિખવાદ જાહેરમાં બહાર આવ્‍યા બાદ લોકસભાની ૨૬ બેઠકો પર ભાજપ વિરોધી પ્રવળત્તિ કરનાર તમામ તત્‍વો સામે આકરા પગલા લેવાય તેવા સંકેત મળી રહ્યા છે. રાજકોટ, સાબરકાઠા, બનાસકાંઠા, આણંદ, જામનગર, વડોદરાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી પક્ષ વિરોધી પ્રવળત્તિને લઈને મોટા પાયે એક્‍શન લેવાય તેવા સંકેત મળી રહ્યા છે. અહીં નોંધવું જરૂરી છે કે, ભારતીય જનતા પાર્ટી શિસ્‍તબદ્ધ પાર્ટી ગણાય છે પરંતુ લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવળત્તિ કરનાર સામે શિસ્‍તભંગની પ્રવળતિ બદલ આકરા પગલાનો કોરડો વિઝાંશે તે વાત નકકી છે.

ગુજરાત રાજ્‍યની ૨૬ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાય તે પહેલા ભાજપ દ્વારા ભરતી મેળાના સિનિયર કાર્યકરોની અવગણના સામે લાંબા સમયથી આક્રોશની લાગણી ફેલાયેલી હતી. પરંતુ દેશની સૌથી મોટી સહકારી સંસ્‍થા ઇફકોના ડિરેક્‍ટરની ચૂંટણીમાં ભાજપના મેન્‍ડેટવાળા ઉમેદવારને ભાજપના જ કદાવર નેતાઓએ હરાવી દેતા ગુજરાત ભાજપ હચમચી ગયું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ભાજપના સાંસદ નારણ કાછડીયાએ બળાપો કાઢી આડકતરી રીતે એવો જવાબ આપ્‍યો છે. ગુજરાતીમાં થેન્‍કયુ પણ ના બોલી શકે તેવા ઉમેદવારોને ટિકિટ આપીને કાર્યકરો સામે દ્રોહ કરાયો હોવાની લાગણી વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

બીજી બાજુ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાની પત્‍ની અને પુત્રએ ભાજપના જ લોકોએ અપપ્રચાર કર્યાની ફરિયાદ કરી છે. અરવિંદ લાડાણીએ મીડિયાને જણાવ્‍યું છે કે, માજી કેબિનેટ અરવિંદ લાડાણીએ માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જ જીનીંગ ફેક્‍ટરીમાં કાર્યકર્તાઓની બેઠકમાં મારા પપ્‍પાને હારનો બદલો લેવા માટે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ બેઠકમાં ૮૦૦થી વધુ કાર્યકર્તા હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી મહામંત્રી જગદીશ મારું, જિલ્લા પંચાયતના સભ્‍ય રીનાબેન મારડીયા અને સસરા જીવાભાઈ મારડીયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમ ચાવડા પણ હાજર હતા.

જામનગરની જામજોધપુર બેઠક પર આહીર નેતા હેમંત ખાવાને વિધાનસભામાં ચૂંટણી જીતાડવા ભાજપના સાંસદ પૂનમ માડમે માત્ર જ્ઞાતિવાદને કારણે પ્રયત્‍ન કર્યા હોવાની વિગતો બહાર આવી છે. જામજોધપુરના કડવા પાટીદાર નેતા અને પૂર્વ મંત્રી ચીમન સાપરિયાએ લોકસભાની ચૂંટણીમાં પાટીદાર વિરુદ્ધ આહિર સમીરકરણ કરીને કોંગ્રેસના પાટીદાર જેવી મારવિયાને જીતાડવાનો પ્રયાસ થયાથી આ બેઠક જોખમમાં મુકાઇ ગઈ છે. તેવા પ્રકારનો રિપોર્ટ ભાજપમાં કરવામાં આવ્‍યો છે.

આણંદની બેઠક પર મિતેશ પટેલના આકરા સ્‍વભાવને કારણે આણંદના સ્‍થાનિક નેતાઓ નારાજ હતા ક્ષત્રિય ઠાકોર સમાજના નેતાઓ એક જૂથ થઈને કોંગ્રેસના અમિત ચાવડાની પડખે ઊભા રહ્યા હતા પરિણામે આણંદ પેટલાદ અને સોજીત્રા વિસ્‍તારમાં નીચું મતદાન થતા બેઠક જીતવી પડકારરૂપ બની છે. બનાસકાંઠાની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો વચ્‍ચેની ટક્કર હતી વિધાનસભા અધ્‍યક્ષ શંકર ચૌધરીએ સીધું સમર્થન હોવાથી બનાસકાંઠાના ભાજપના અન્‍ય નેતાઓ તેમને પછાડવા તમામ પ્રયત્‍નો કર્યા હતા. એક તબક્કે ઉમેદવાર બદલાશે તેવી ચર્ચા ભાજપમાં જોરશોરથી ચાલી રહી હતી. પણ તેમ બન્‍યું નહીં આથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વધુ મજબૂત બન્‍યા હતા.

સાબરકાંઠાની બેઠક પર પ્રફુલ પટેલની હિંમતનગરના પૂર્વ ધારાસભ્‍ય રાજેન્‍દ્રસિંહ ચાવડા વચ્‍ચે જંગ છેડાયો તો પરિણામે બંને નેતાઓની આંતરિક લડાઈ પરાકાષ્ઠાએ પહોંચી હતી અને રાજકીય સમીકરણ જોતા બદલાયેલા ઉમેદવાર ભીખાજીના સમર્થકોએ પણ વિરોધીની ભૂમિકા ભજવી હતી. અહીં નોંધવું જરૂરી છે કે, ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી અને સંધના નેતા બીએલ સંતોષ વડોદરાની મુલાકાતે આવ્‍યા ત્‍યારે તેમણે જૂથવાદ અને કારણે કાર્યકર્તાઓ નિષ્‍ક્રિય બન્‍યા હોવાનું નોંધ્‍યું છે. તેમજ જુદી જુદી જગ્‍યાએ તેમણે લીધેલા લોક સંપર્ક દરમિયાન ભાજપના નેતાઓ આંતરિક જૂથવાદ અને ગળાકાપ સ્‍પર્ધાનો ભોગ બન્‍યા હોવાનું બહાર આવ્‍યું છે. સતાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર લોકસભાના ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક લોકો સામે આકરા પગલા લેવામાં આવે તેવા સંકેત છે. આવી  સ્‍થિતિના કારણે કેટલીક બેઠકો પર રાજકીય વ્‍યાપક અસર જોવા મળશે તે વાત નક્કી છે.

(4:29 PM IST)