તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવાનું સ્વપ્ન પુરૂ થઇ શકે છેઃ વિવિધ જગ્યાએ ભરતી કરાશે
એએઆઇએ કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ, એસોસિએટ કન્સલ્ટન્ટની ભરતી માટે અરજીઓ મંગાવાઇ

નવી દિલ્હીઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં નોકરી મેળવવાનું સપનું ઘણા લોકોનું હોય છે. તમે પણ આ સપનું જોઈ રહ્યાં છો તો એએઆઈએ કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટના પદો પર ભરતી બહાર પાડી છે. જે પણ આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર વેબસાઇટ aai.aero ના માધ્યમથી એપ્લીકેશન કરી શકે છે. આ પદો પર અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પદ ડિપાર્ટમેન્ટ ઓફ સર્વે અને કેટેગરી સેક્શન, એટીએમ નિદેશાલયમાં ભરવામાં આવશે.
જે પણ ઉમેદવાર એએઆઈની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે 20 મે પહેલા અરજી કરી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં કુલ 6 પદો ભરવાના છે. જો તમે પણ આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છો છો તો નિચે આવેલી વાતો જરૂર જાણો...
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આ જગ્યા પર થશે ભરતી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિએટ કન્સલ્ટન્ટના પદો પર ભરતી થવાની છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં અરજી કરવાની ઉંમર
સત્તાવાર નોટિફિકેશન અનુસાર જે આ પદ માટે અરજી કરવા ઈચ્છે છે તેની ઉંમર મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી કરવાની યોગ્યતા
જે કોઈ ઉમેદવાર આ પદ માટે અરજી કરવા ઈચ્છે છે તેણે સંબંધિત નોટિફિકેશનમાં આપેલી યોગ્યતા જાણી લેવી જોઈએ.
આ રીતે થશે પસંદગી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
