તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
હવે લાગે છે કે ટૂંક સમયમાં જ લગ્ન કરવા પડશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૧૩ :.. રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી પહોંચ્યા હતાં. આ દરમિયાન આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં રેલી કરી હતી.
તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતાં.
રેલી દરમિયાન એક બાળકે રાહુલ ગાંધીને તેમના લગ્નને લઇને સવાલ કર્યો હતો.
આ સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હવે લાગે છે કે ટૂંક સમયમાં જ લગ્ન કરવા પડશે.'
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
