તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
મિજાજ બદલાયો :ફલોદી સટ્ટા બજારે ભાજપની ઊંઘ ઉડાડી :મતદાનની પેટર્ન બદલાતા હવે 300 સીટો પણ નહીં મળે !!
ચોથા તબક્કાના મતદાન પહેલાં જ મોટો ધડાકો: રાજસ્થાનનું ફલોદી સટ્ટાબજાર ચૂંટણીમાં સચોટ આગાહી કરવા માટે પ્રખ્યાત ;દરેક તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાં ભાજપની સ્થિતિ સતત નબળી પડી રહી છે

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીમાં આજે ચોથા તબક્કાનું મતદાનઃ વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારો ઉમટી રહ્યાં છે. ગરમીને કારણે મતદારો સવારે મતદાન કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. જોકે, દક્ષિણના રાજ્યોમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. ફલોદી સટ્ટા બજારનું અનુમાન જાણી રાજનેતાઓની ઊંઘ ઉડી ગઈ છે,દેશભરમાં લોકસભાની ચૂંટણીને પગલે 3 તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે. આજે ચોથા તબક્કાનું મતદાન થનાર છે. જોકે, ચોથા તબક્કાના મતદાન પહેલાં જ ગઈકાલથી જ ભાજપના નેતાઓના મગજમાં ચિંતા પેઠી છે. .
ચોથા તબક્કાના મતદાન પહેલા ફલોદી સટ્ટા બજારનો મિજાજ બદલાયો છે. હવે ભાજપને પહેલાં દર્શાવી હતી તેટલી સીટો નહીં મળે. મતલબ કે હવે ભાજપની સ્થિતિ પહેલાં કરતા પણ વધારે ખરાબ થઈ રહી છે તેવું ફલોદી સટ્ટા બજારનું અનુમાન છે. એ મુજબ હવે ભાજપને પહેલાંના અનુમાન કરતા પણ ઓછી સીટો મળે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ફલોદી સટ્ટા બજારના આ અનુમાને ભાજપના દિગ્ગજ નેતાઓની ઊંઘ ઉડાડી દીધી છે
અબકી બાર 400 પાર. અબકી બાર મોદી સરકાર. વિકસીત ભારતનું સપનું. બુલેટ ટ્રેન. આ બધા દાવાઓની વચ્ચે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે ભાજપની ઉંઘ ઉડાડી દીધી છે. કારણકે, રાજસ્થાનના ફલોદી ખાતે આવેલું ફલોદી સટ્ટા બજાર વર્ષોથી ચૂંટણીના પરિણામો વખતે સચોટ અનુમાન કરતું આવ્યું છે. ફલોદી સટ્ટા બજાર આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ દરેક તબક્કાના મતદાન પહેલાં પોતાનું અનુમાન જાહેર કરી દે છે. જોકે, તેના અનુમાનો ભાજપને ખૂંચે એવા છે. રાજસ્થાનનું ફલોદી સટ્ટાબજાર, જે ચૂંટણીમાં સચોટ આગાહી કરવા માટે પ્રખ્યાત બન્યું છે,
લોકસભા ચૂંટણી 2024 દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહી છે. દરેક તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાં ભાજપની સ્થિતિ સતત નબળી પડી રહી છે. હાલના તબક્કે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ સરળતાથી 300 સીટો પણ મળવી મુશ્કેલ છે. વાસ્તવમાં, દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે. ત્રણ તબક્કામાં 283 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. અત્યાર સુધીના મતદાનના આધારે, ફલોદી સટ્ટા બજારનો અંદાજ છે કે ભાજપ 296-300 બેઠકો જીતી શકે છે જ્યારે NDM સહિત આ આંકડો 329 થી 332 સુધી પહોંચી શકે છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
