તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
મુંબઈમાં આચાનક હવામાન બદલાયું :ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ પડ્યો :હવામાં આંધીને કારણે વિમાની સેવા બંધ
. ભારે પવન અને વાવાઝોડાને પગલે દિવસના સમયમાં રાત જેવું વાતાવરણ થઈ ગયું:ભારે પવનને કારણે ચારેબાજુ ધૂળની ડમરી ઉડી

મુંબઈમાં હવામાન અચાનક બદલાયું હતું. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વાવાઝોડાને પગલે દિવસના સમયમાં રાત જેવું વાતાવરણ થઈ ગયું છે. ભારે પવનને કારણે ચારેબાજુ ધૂળની ડમરી ઉડી હતી. વાવાઝોડા જેવી અસર અને વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર વિમાન સેવા પર પણ અસર પડી છે. મુંબઈ એરપોર્ટના અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આગામી સૂચના સધી વિમાનોનું પરિચાલન સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે.
ધૂળની ડમરીઓને પગલે જોતજોતમાં જ મુંબઈનું આખું આકાશ ધૂળથી ભરાઈ ગયું, જ્યારે કે થોડીવાર પહેલા જ તડકો જોવા મળ્યો હતો. જે બાદ કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવા લાગ્યો હતો.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આગામી 3-4 કલાકમાં પાલઘર અને થાણે જિલ્લામાં અલગ-અલગ સ્થાનો પર 50-60 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફુંકાશે તેમજ વીજળી અને મધ્યમ તીવ્રતાથી વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગે બહાર નીકળતા સમયે સાવધાની રાખવાનું પણ જણાવ્યું છે.
MDએ પહેલા પણ મુંબઈ માટે 10 મેથી મધ્યમ કે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગોના જાણકારના જણાવ્યા મુજબ મુંબઈ,પાલઘર, થાણે, નવી મુંબઈ અને કેટલાંક વિસ્તારમાં આંધી હવામાં અડચણને કારણે આવે છે. હવાઓ વિપરીત દિશાઓમાં ફુંકાઈ છે, જેના પગલે વાવાઝોડું આવે છે. આ ઉચ્ચ તાપમાનના કારણે નથી. આગામી કેટલાંક કલાકોમાં આ તોફાન શાંત થઈ જશે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
