તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
મુંબઈ ના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લોખંડનું મહાકાય હોર્ડિંગ ધરાશાયી થતાં 35 લોકો ઘાયલ થયા : 100 અન્ય લોકો ફસાયા હોવાની આશંકા
BMC ના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે : બચાવકાર્ય ચાલુ

મુંબઈ : 13 મેના રોજ સાંજે 04:30 વાગ્યાની આસપાસ મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 35 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 100 અન્ય લોકો ફસાયા હોવાની આશંકા છે, આ ઘટનાથી વાકેફ BMC અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં BMC ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
સીએનબીસી - ટીવી18ના અહેવાલમાં જણાવાયું છે કે હોર્ડિંગનું સત્તાવાર કદ 40 x 40 છે. જો કે, જે લોખંડનું હોર્ડિંગ તૂટી પડ્યું હતું તેનું કદ 120 x 120 હતું. વધુમાં, અહેવાલમાં જણાવાયું હતું કે હોર્ડિંગ ગેરકાયદેસર હતું અને તે રેલ્વે ની માલિકી ની જમીન પર મૂકવામાં આવ્યું હતું.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
