તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
વ્હેલું આવશે ચોમાસું :આગામી સપ્તાહે આંદામાનમાં થશે એન્ટ્રી : પાંચ દિવસ અનેક રાજ્યોમાં વરસાદના એંધાણ
મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં વીજળી, ગાજવીજ અને ભારે પવનની સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

નવી દિલ્હી : હવામાન વિભાગે કહ્યું કે, દક્ષિણ-પશ્ચિમ મોનસૂન પોતાના નિર્ધારિત સમયથી ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. IMD મુજબ 19 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દક્ષિણી આંદામાન સાગરમાં પ્રવેશ કરશે.આ ઉપરાંત આ બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વના કેટલાંક વિસ્તારોમાં પણ તે દિવસે જ પ્રવેશ કરી જશે. મોટા ભાગે દર વર્ષે 22 મેનાં રોજ મોનસૂન આ વિસ્તારમાં પહોંચે છે પરંત આ વર્ષે ત્રણ દિવસ પહેલાં જ પ્રવેશ કરશે.
મોનસૂન સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં એન્ટ્રી કરે છે. જે બાદ આ ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસાપસ આખા દેશમાં છવાઈ જાય છે. હવામાન વિભાગને આશા છે કે આ વર્ષે દેશમાં સામાન્યથી વ્હેલું ચોમાસું બેસી જશે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે 15 એપ્રિલે પોતાના દીર્ધકાલિક પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં 5% ત્રુટિની સાથે મોનસૂન વરસાદ લગભગ 106% રહેવાની શક્યતા છે, જે સામાન્યથી વધારે માનવામાં આવે છે.
હવામાન વિભાગે કહ્યું કે, 1971-2020ના લાંબા અવધિના આંકડાના આધારે આ સીઝનમાં સરેરાશ 87 સેમી વરસાદ પડ્યો છે. વિભાગ મુજબ ગત વર્ષે સરેરાશમ મોનસૂની વરસદા 94.4% એટલે કે સામાન્યથી નીચે હતું. IMD મુજબ, આ પહેલાં 2022નું મોનસૂન એલપીએના 106% પર સામાન્યથી ઉપર હતું, જ્યારે 2021માં સરેરાશ ચોમાસું 99% રહ્યું હતું. 2020માં 109% સામાન્યથી ઉપર વરસાદ નોંધાયો હતો. IMDએ કહ્યું કે મેના અંતિમ સપ્તાહ દરમિયાન ફરીથી એક અદ્યતન પૂર્વાનુમાન જાહેર કરાયું જેમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ વિસ્તાર અને પૂર્વોત્તર ભારતમાં મોનસૂનની સ્થિતિ અને પૂર્વાનુમાનની જાણકારી અપડેટ કરવામાં આવશે.
IMDના તાજા પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું કે હાલના સમયમાં દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગની ઉપર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન અને નીચલા ક્ષોભમંડળ સ્તરે એક ટ્રફ રેખા બની છે, જે ઉત્તર-પશ્ચિમી મધ્ય પ્રદેશ સુધી જઈ રહી છે. આ કારણે આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં વીજળી, ગાજવીજ અને ભારે પવનની સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે 14 મેનાં રોજ ગુજરાત અને આસપાસના ક્ષેત્રમાં ભારે પવનની શક્યતા છે. આ દરમિયાન વીજળી પડવાની અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ભારે પવન ફુંકાઈ શકે છે. IMD મુજબ 14 મેનાં રોજ મધ્યપ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની સાથે ભારે પવન ફુંકાઈ શકે છે અને સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.
IMDએ કહ્યું કે, આગામી 7 દિવસ દરમિયાન આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી બાજુ IMDએ કહ્યું કે આ સપ્તાહના મધ્ય સુધી એટલે કે 16 મેથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ફરથી ગરમી શરુ થઈ શકે છે. વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ ઉત્તર પશ્ચિમ અને પૂર્વી ભારતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન લગભગ 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
