<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે લુધિયાણાથી ઉમેદવારી નોંધાવી

નામાંકન ભરતી વખતે સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ પણ હાજર હતા.

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું આજે સાંજે મતદાન પૂર્ણ થયું છે કુલ સાત તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં હજુ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે ત્યારે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે લુધિયાણા સંસદીય બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. રાજા વાડિંગે સિદ્ધુ મૂસે વાલાને ન્યાય અપાવવાનું વચન આપ્યું છે. નામાંકન ભરતી વખતે સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ પણ હાજર હતા.

(12:40 AM IST)