<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

કન્‍નડ અભિનેતા ચેતન ચંદ્રા પર બેંગલુરૂમાં ટોળાનો હુમલો

માને લઇ મંદિરે ગયેલ ત્‍યારે ઘટનાઃ સોશિયલ મિડીયા પર કહ્યું-ખુબ ખરાબ અનુભવ, મારે ન્‍યાય જોઇએ છે

બેંગલુરૂ તા. ૪: કન્‍નડ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીના જાણીતા એક્‍ટર ચેતન ચંદ્રા પર તાજેતરમાં બેંગલુરૂમાં ટોળાએ હુમલો કરી દીધો હતો. તેનો વિડીયો ખુબ વાયરલ થયો છે. જેમાં તેના ચહેરા પર લોહી વહેતુ દેખાય છે. અભિનેતા પોતાની મા સાથે મંદિરે ગયા ત્‍યારે આ ઘટના બની હતી. ચર્ચા છે કે એક નશાખોર અને તેની સાથેના બીજા વીસ જેટલા લોકોએ કથીત રીતે આ અભિનેતા પર હુમલો કરી મારકુટ કરતાં નાક તુટી ગયું હતું. ચેતન ચંદ્રાએ આ દર્દનાક ઘટનાની જાણ એક વિડીયો દ્વારા પોતાના ચાહકોને આપી હતી. તેણે કેપ્‍શનમાં લખ્‍યુ઼ હતું કે-ખુબ ખરાબ અનુભવ થયો, મારે ન્‍યાય જોઇએ છે. સાથે હાથ જોડતી ઇમોજી પણ શેર કરી છે.

(7:15 PM IST)