<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સમોસા બાદ હવે વ્હાઇટ હાઉસના મેનૂમાં સામેલ થઇ પાણીપુરી :મહેમાનોને ગોલગપ્પાનો સ્વાદ ખૂબ ગમ્યો

આ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ વ્હાઇટ હાઉસના મહેમાનોને આકર્ષી રહ્યું છે: ફંક્શનમાં પીરસાઈ પાણીપુરી

નવી દિલ્હીઃ ભારતીયોની ફેવરિટ પાણીપુરી હવે વિદેશમાં પણ લોકો પસંદ કરી રહ્યા છે. આથી જ પાણીપુરી, જેને ગોલગપ્પા અથવા પુચકા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વ્હાઇટ હાઉસના રિસેપ્શનમાં અવારનવાર જોવા મળે છે. આ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ વ્હાઇટ હાઉસના મહેમાનોને આકર્ષી રહ્યું છે. પાછલા વર્ષમાં, તે ઓછામાં ઓછા બે વખત પીરસવામાં આવ્યું છે.

  વ્હાઇટ હાઉસે સોમવારે એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર (AA અને NHPI) હેરિટેજ મહિનાની ઉજવણી કરી હતી. આ પ્રસંગે, વ્હાઇટ હાઉસ મરીન બેન્ડે એશિયન અમેરિકનો સમક્ષ પ્રખ્યાત ભારતીય દેશભક્તિ ગીત “સારે જહાં સે અચ્છા” વગાડ્યું હતું. આ સાથે આ ફંક્શનમાં પાણીપુરી પીરસવામાં આવી હતી.

   આ સમારોહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભારતમાં લોકો ગર્વ અનુભવી રહ્યા છે. આ ઇવેન્ટ વ્હાઇટ હાઉસની પહેલના 25 વર્ષ અને એશિયન અમેરિકનો, મૂળ હવાઇયન અને પેસિફિક ટાપુવાસીઓ પર રાષ્ટ્રપતિના સલાહકાર પંચની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આ વાર્ષિક કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય અમેરિકનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

   ભારતીય-અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ વ્હાઇટ હાઉસની અંદરથી વીડિયો શેર કર્યો છે, જેમાં મ્યુઝિક બેન્ડ સારા જહાં અચ્છા ની ધૂન વગાડતા જોવા મળે છે. થાળીમાં પીરસવામાં આવતા ગોલગપ્પાની ઝલક પણ બતાવવામાં આવી છે. 

   વ્હાઇટ હાઉસના મેનુમાં ભારતીય વાનગીઓ પોતાની જગ્યા બનાવી રહી છે. જ્યારે સમોસા વ્હાઇટ હાઉસના સ્વાગત મેનૂનો મુખ્ય ભાગ છે, ત્યારે ગોલગપ્પા ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ભારતીય અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભુતોરિયાએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે ગોલગપ્પા/પાણીપુરીનો પણ મેનુમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ હું તેનો સ્વાદ લેવા ઉત્સુક હતો અને અચાનક એક વેઈટર પાણીપુરી/ગોલગપ્પા લઈને આવ્યો. તે અદ્ભુત હતું. તેનો સ્વાદ થોડો મસાલેદાર હતો, એકદમ ઉત્તમ!” 

   અજય જૈન ભુટોરિયાએ સમારોહ પછી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં AANHPI હેરિટેજ મહિનાની ઉજવણીમાં આયોજિત સમારોહ એકદમ અદ્ભુત હતો. સૌથી સારી વાત એ હતી કે હું વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યો કે તરત જ સંગીતકારોએ ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીતની ધૂન વગાડીને મારું સ્વાગત કર્યું

(6:38 PM IST)