News of Tuesday, 14th May 2024
ન્યૂઝ ચેનલ અને તેના એક એન્કર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી
કર્ણાટકમાં ટેલિવિઝન કાર્યક્રમમાં સમુદાય વિરુદ્ધ FIR:ફરિયાદી તનવીર અહેમદે ૧૧ મેના રોજ રાત્રે ૮ઃ૩૦ વાગ્યે પ્રસારિત થયેલા એક કાર્યક્રમને લઈને આ ફરિયાદ નોંધાવી હતી

કર્ણાટક,તા.૧૪
કર્ણાટકમાં એક ટેલિવિઝન કાર્યક્રમમાં સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ ન્યૂઝ ચેનલ અને તેના એક એક્નર વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિન્દુઓની ઘટતી જતી વસ્તી અને મુસ્લિમોની વધતી વસ્તી અંગેના અહેવાલને ખોટી રીતે રજૂ કરવાને કારણે આ ફરિયાદ તાજેતરમાં દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી તનવીર અહેમદે ૧૧ મેના રોજ રાત્રે ૮ઃ૩૦ વાગ્યે પ્રસારિત થયેલા એક કાર્યક્રમને લઈને આ ફરિયાદ નોંધાવી હતી. એક્નર આર્થિક સલાહકાર પરિષદના કાર્યકારી પેપર પર આધારિત એક કાર્યક્રમ રજૂ કરી રહ્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ૧૯૫૦ થી ૨૦૧૫ વચ્ચે હિન્દુઓની વસ્તીમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે.કાર્યક્રમ દરમિયાન હિંદુ વસ્તીની ટકાવારી દર્શાવવા માટે પૃષ્ઠભૂમિમાં ત્રિરંગાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે મુસ્લિમ વસ્તીની ટકાવારી દર્શાવવા માટે પાકિસ્તાની ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની મુસ્લિમ વસ્તીની ટકાવારી દર્શાવવા માટે પણ પાકિસ્તાની ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર, એક્નરે કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે ભારતમાં મુસ્લિમોની વસ્તી વધવાનંપ કારણ એ છે કે મુસ્લિમોના લગ્ન માટે કોઈ ન્યૂનતમ ઉંમર નથી. જો બાળલગ્ન સામે સમાજ કલ્યાણ વિભાગમાં ફરિયાદ કરવામાં આવે તો ઈસ્લામિક પર્સનલ લોને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ફરિયાદના આધારે એક્નર અને ન્યૂઝ ચેનલ વિરુદ્ધ કલમ ૫૦૫(૨) હેઠળ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
