<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

બેંકીંગ અને કેપિટલ માર્કેટ રીફોર્મ્સ ઝડપી કરવા અર્થશાસ્ત્રીઓનો અનુરોધ

યુરોપનું અર્થતંત્ર ડામાડોળઃયુરોપને રોકાણો તથા નવીનીકરણ માટે આકર્ષક ભૂમિ બનાવવાની જરૃર છે

પેરીસ,તા.૧૪

સમગ્ર યુરોપનું અર્થતંત્ર ડામાડોળ બની રહ્યું છે. ખંડભરમાં અશાંતિ અને અજંપો પ્રસરી રહ્યાં છે. માથાદીઠ આવક તૂટી રહી છે. સસ્તી અને વૈવિધ્યસભર તથા નીતનવી ચીની ચીજો બજાર સર કરી રહી છે.

ચીનના ઉદ્યોગપતિઓ વૈવિધ્ય સભર અને સંશોધન કરી રોજેરોજ નિત-નવી ચીજો બજારમાં ઠાલવતાં 'કોટીન્ટન'ના વ્યાપાર-ઉદ્યોગો માર ખાઈ રહ્યાં છે. ભીતિ તો તે છે કે ફરી એકવાર 'ક્રાઇસિસ' (કટોકટી) ઊભી ન થાય. ઈયુના ૨૭ સભ્યોનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (મૂડીરોકાણ) અમેરિકાના મેગ્નિફીસન્ટ સેવન (સાત મોટા ઉદ્યોગો)ના મૂડી રોકાણ જેટલું રહ્યું છે.

ગત સપ્તાહે ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ વિશ્લેષણ આપતા જણાવ્યું હતું કે 'આર્થિક સદ્ધરતા સિવાય કોઈ પ્રબળ શક્તિ બની શકે જ નહીં. તે માટે સ્વકીય ટેકનોલોજી આગળ ધપાવવી અનિવાર્ય છે.' યુરોપ પુરતી માથાદીઠ સંપત્તિ ઉભી કરી શક્યું નથી. વાસ્તવમાં યુરોપને રોકાણો તથા નવીનીકરણ માટે આકર્ષક ભૂમિ બનાવવાની જરૃર છે. તેમજ સરળ નાણાંકીય સીસ્ટીમ દ્વારા વિશાળ પાયે મૂડી ઉભી કરવાની અનિવાર્યતા છે. સાથે સમગ્ર ખંડમાં બચત પણ વધારવાની જરૃર છે અને મૂડી રોકાણો માટે નવી તકો પણ ઉભી કરવી જરૃરી છે.

ટૂંકમાં યુરોપ આર્થિક કટોકટી અને નાણાંકીય ભીંસમાં ભીંસાઈ રહ્યું છે. તેવે સમયે ઈતિહાસકાર E. લિપ્સને દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્વેની વૈશ્વિક આર્થિક કટોકટી અંગે જે લખ્યું છે તે યાદ આવે છે. ૧૯૨૫થી આર્જેન્ટીનાના 'પમ્પાઝ'માં ઘઉંનું અઢળક ઉત્પાદન શરૃ થયું. તેની રૃપાની ખાણોમાંથી અઢળક રૃપું પણ મળવા લાગ્યું આ સાથે વૈશ્વિક બજારો તૂટી રહ્યાં આર્થિક કટોકટી ઊભી થઈ તે માટે લિપ્સને લખ્યું છે 'એન્ડ ધ વર્ડ રેંગ થ્રુ આઉટ ધ વર્લ્ડ ક્રાઇસિસ'. તેઓ વધુમાં લખ્યું એ જ દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.

(8:03 PM IST)