<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની તબીયત લથડી

પીએમ મોદીના નામાંકનમાં હાજર શક્યા નહીંઃતબિયત ઠીક ન હોવાના કારણે આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે

પટના,તા.૧૪

તાજેતરમાં બિહારની રાજધાની પટનામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બીમાર હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, નીતિશ કુમારની તબિયત ઠીક ન હોવાના કારણે આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે, નીતિશ કુમારે આજે તેમની સ્વર્ગીય પત્નીની પુણ્યતિથિ પર આયોજીત કાર્યક્રમ પણ સ્થગતિ કરી દીધો છે. તો વળી નીતિશ કુમાર પ્રધાનમંત્રી મોદીના નામાંકનમાં પણ સામેલ થઈ શક્યા નહોતા. હકીકતમાં જોઈએ તો, નીતિશ કુમાર પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવા માટે વારાણસી આવવાના હતા. પણ હવે તેમની તબિયત ઠીક ન હોવાના કારણે નીતિશ કુમાર વારાણસી પહોંચી શક્યા નહોતા. જો કે, નીતિશ કુમાર બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીના પાર્થિવ શરીરને દર્શન કરવા પટના જશે. આપને જણાવી દઈએ કે, આજે સુશીલ કુમાર મોદીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે પટનામાં થશે. જાણકારી અનુસાર, નીતિશ કુમારના નિર્દેશ પર દિલ્હીથી ખાસ વિમાનથી સુશીલ મોદીના પાર્થિવ શરીરને પટના લાવવામાં આવશે. તો વળી આ અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે સુશીલ મોદીની પત્ની સાથે વાત કરી અને તેમને સાંત્વના આપી હતી.

હકીકતમાં જોઈએ તો, નીતિશ કુમાર અને સુશીલ મોદીની બોડી બિહારમાં ખૂબ જ લાંબા સમય સુધી કામ કર્યું છે. બિહારમાં એનડીએની સરકાર દરમ્યાન નીતિશ કુમાર સીએમ અને સુશીલ મોદી ડેપ્યુટી સીએમની જવાબદારી સંભાળતા હતા. સુશીલ કુમાર મોદી નીતિશ કુમારના નજીકના મિત્ર પણ માનવામાં આવતા હતા.

(9:16 PM IST)