તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧, બુધવાર
News of Tuesday, 14th May 2024
હેટ સ્પીચ' મામલે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી
વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરાયેલી અરજી કોર્ટે આપ્યો નિર્ણયઃઅરજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૧ એપ્રિલના રોજ રાજસ્થાનના બાંસવાડામાં આપવામાં આવેલા ચૂંટણી ભાષણ પર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી,તા.૧૪
સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના નેતાઓના કથિત નફરત ફેલાવનારા ભાષણોની વિરુદ્ધ દાખલ અરજીને ફગાવી દીધી છે. પૂર્વ બ્યુરોક્રેટ્સ ઈએએસ શાહ અને ફાતિમા નામના અરજદારે પોતાની અરજીમાં ચૂંટણી આયોગને પીએમ મોદીની વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપવાની માંગ કરી હતી. અરજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૧ એપ્રિલના રોજ રાજસ્થાનના બાંસવાડામાં આપવામાં આવેલા ચૂંટણી ભાષણ પર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે અરજદારોના વકીલને કહ્યું કે આ એવો વિષય નથી કે જેના માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવે. અરજદારે ચૂંટણી પંચ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. બેન્ચે આ બાબતે વિચારણા કરવાની અનિચ્છા વ્યક્ત કરી, જેના પગલે અરજદારે અરજી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે કહ્યું મેં વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણો જોડ્યા છે, જેમાં તેમણે સ્પષ્ટપણે ભગવાનના નામ પર વોટ માંગ્યા છે. જસ્ટિસ નાથે કહ્યું કે અરજદારે ચૂંટણી પંચનો સંપર્ક કર્યા વિના જ સીધો કોર્ટનો સંપર્ક કર્યો છે. આ રીતે કલમ ૩૨/૨૨૬ હેઠળ ન આવો. તમારે ઓથોરિટીનો સંપર્ક કરવો પડશે. જો તમે અરજી પાછી ખેંચવા માંગતા હોવ તો અમે તમને મંજૂરી આપીશું.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
