<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

મુંબઈમાં ૧૪ લોકોના મૃત્યુ નીપજાવનાર ગેરકાયદે જંગી હોર્ડિંગના માલિક ભાવેશ ભીંડે ઉપર ભૂતકાળમાં ૨૧ વખત ગેરકાયદે બિલ બોર્ડ મૂકવા માટે દંડ ફટકારવામાં આવેલો છે: ફોજદારી ગુન્હાપણ નોંધાયેલા છે: હાલમાં લાપત્તા

લોકમત ટાઈમ્સના અહેવાલ મુજબ મેસર્સ ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના માલિક ભાવેશ ભીંડેનો હાલ કોઈ પત્તો નથી, મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આ દુ:ખદ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયા છે અને ૭૪ અન્ય ઘાયલ થયા છે.  મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે ખાતરી આપી છે કે દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે સોમવારે રાત્રે મુલુંડમાં ભાવેશ ભીંડેના ઘરે તપાસ હાથ ધરી હતી, પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ જોવા મળ્યો હતો. ભિંડે અને અન્યો સામે પંત નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૦૪, ૩૩૮ અને ૩૩૭ (ગંભીર ઇજા પહોંચાડવી અને જીવનને જોખમમાં મૂકવું) અને ૩૪ (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

 

બિલબોર્ડના માલિક ભાવેશ ભિંડે ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે જે એક જાહેરાત એજન્સી છે. કંપનીની પેઇડ કેપિટલ ૨૦ કરોડ છે અને પેઢી છેલ્લા ૭ વર્ષથી કાર્યરત છે, તેની ઓફિસ મુલુંડમાં આવેલી છે.  તેની પાસે ઘણી ઇન્સ્ટાગ્રામ રીલ્સ છે જેમાં તે જીમમાં અથવા ફેશનેબલ કપડાઓમાં જોવા મળે છે. મુંબઈમાં છુટી પડેલ તેના હોર્ડિંગને એશિયાનું સૌથી મોટું હોર્ડિંગ ગણાવી રહ્યો હતો.  ઈગો મીડિયા પોતાને મુંબઈના સબર્બના કિંગ તરીકે ઓળખાવે છે.  ભીંડે, ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં, અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા.  તેની સામે બળાત્કારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અન્ય ઘણા નોન કોગ્નિઝેબલ અપરાધોનો પણ સમાવેશ થાય છે.

 

ભાવેશ ભીંડેના પિતા રિક્ષા ડ્રાઈવર હતા.  બાળપણમાં તેમના પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.  તેણે થોડો સમય એક એડ એજન્સીમાં ઓફિસ બોય તરીકે પણ કામ કર્યું.  જો કે, પિતાના અવસાન પછી, તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું.  ૧૯૯૩માં તેણે પોતાનો હોર્ડિંગ બિઝનેસ શરૂ કર્યો.  તે સમયે, તેણે રેલ્વે જાહેરાતો માટે કોન્ટ્રાક્ટ લીધા અને તેમાંથી કમિશન મેળવ્યું.  ભીંડેએ અહીંથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને તેને થાણે, મુલુંડ, ભાંડુપ, કુર્લા, કાંજુરમાર્ગ, ઘાટકોપર, વિદ્યા વિહાર, કુર્લા, માટુંગા અને પરેલ સુધી વિસ્તાર્યો. પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ bhavesh.bhinde ઉપર લખ્યું છે... ગુજ્જુ માટે કશું અસંભવ નથી.. ગુજ્જુ, નથીંગ ઇસ ઇમ્પોસિબલ..

(10:26 PM IST)