તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧, બુધવાર
News of Tuesday, 14th May 2024
બ્રહ્માંડમાં જોવાયો 'ભગવાનનો હાથ' :NASAએ શેર કરી તસવીર :અલૌકિક આકૃતિ જોઈને લોકો સ્તબ્ધ
તસવીરમાં એક હાથની આકૃતિ જોવા મળે છે,એવું લાગે છે કે જાણે તે સ્પાઈરલ ગેલેક્સનીને પકડવા જઈ રહ્યો છે.

અમેરિકાના અંતરિક્ષ એજન્સી NASAએ બ્રહ્માંડની એક એવી તસવીર શેર કરી છે જેણે જોઈને દરેક લોકો સ્તબ્ધ છે. આ તસવીર ડાર્ક એનર્જી કેમેરામાંથી લેવામાં આવી છે, જેમાં એક હાથ જેવી આકૃતિ જોવા મળી રહી છે જે સ્પાઈરલ ગેલેક્સ તરફ વધતી જોવા મળે છે. નાસાના જણાવ્યા મુજબ આ ક્લાઉડ્સ અને ધૂળનું સ્ટ્રક્ચર છે. જો કે બ્રહ્માંડમાં આ પ્રકારની અલૌકિક આકૃતિ જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. કેટલાંક લોકોનું કહેવું છે કે શું સાચું છે કે અંતરિક્ષમાં ભગવાનના દર્શન થઈ રહ્યાં છે? જાણકારી મુજબ આ તસવીર 6 મે, 2024નાં રોજ લેવામાં આવી હતી.
NASA અવારનવાર બ્રહ્માંડની સુંદર તસવીર શેર કરે છે અને તે અંગેના રહસ્યો પણ જણાવે છે. લાઈવ સાયન્સના રિપોર્ટમાં કહેવાયું છે કે આ વખત તસવીર એકદમ ખાસ છે. આ તસવીરમાં એક હાથની આકૃતિ જોવા મળે છે, જે જોઈને એવું લાગે છે કે જાણે તે સ્પાઈરલ ગેલેક્સનીને પકડવા જઈ રહ્યો છે.
NASAએ જણાવ્યું કે આ તસવીર નેબુલાના કારણે બની છે. તાર તૂટવાને કારણે આ નેબુલા બન્યું છે. નાસાએ જણાવ્યું કે તેણે ગમ નેબુલા કહેવાય છે. જેનું પૃથ્વીથી લગભગ 1300 પ્રકાશ વર્ષ જેટલું અંતર છે. આ ઉપરાંત તેમાં ગેસ અને ધૂળથી બનેલા વાદળ છે. જેની આકૃતિ ધૂમકેતુથી મળતી આવે છે તેથી તેણે કોમેન્ટ્રી નેબુલા પણ કહેવામાં આવે છે. આ હાથના આકારમાં બ્રહ્માંડમાં ફેલાયેલો છે તેથી તેણે ભગવાનના હાથ તરીકે ઓળખવામાં આવે છે.
આ તસવીરમાં એક માથું અને લાંબી પૂંછ પણ જોઈ શકાય છે. એવું લાગે છે કોઈ મોઢું આકાશ ગંગાને ખાવા માગે છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સ્ટાર્સના જન્મની ઘટના છે. જો કે આ નેબુલા કઈ રીતે બને છે તે અંગે હાલ પૂરતી જાણકારી નથી. કેટલાંક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રહ્માંડમાં વિશાળ તારાથી આવતી ગરમ હવાને કારણે બને છે. 1976માં સૌથી પહેલા કોમેન્ટ્રી ગ્લોબ્યૂલ જોવા મળ્યું હતું.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
