<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

સોના અને ચાંદીની કિંમતોમાં ભારે તેજી: સોનામાં 600 રૂપિયાનો ઉછાળો

અમેરિકાના ડોલર અને બોન્ડ ઈલ્ડમાં ઘટાડા વચ્ચે યુરોપમાં કામકાજ દરમિયાન સોનામાં તેજીનો માહોલ: આંતરરાષ્ટ્રીય બજારમાં મળેલા તેજીના સંકેત વચ્ચે ભારતીય બજારમાં વધારો

અમદાવાદ :આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા તેજીના સંકેત વચ્ચે ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં ભારે તેજીમય માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 450 ઉછળીને રૂપિયા 73,400 રહ્યા હતા. જ્યારે ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા 900 ઉછળી રૂપિયા 86,900 બોલાયા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ 2,365 ડોલર રહ્યા હતા,જે અગાઉના બંધની તુલનામાં 26 ડોલર વધારે હતા. અમેરિકાના ડોલર અને બોન્ડ ઈલ્ડમાં ઘટાડા વચ્ચે બુધવારે યુરોપમાં કામકાજ દરમિયાન સોનામાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં એકંદરે તેજીમય માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 600 વધી રૂપિયા 75,200 અને અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામ દીઠ રૂપિયા 600 વધી રૂપિયા વધી રૂપિયા 75000 રહ્યા છે. ચાંદીનો ભાવ રૂપિયા 84,000 રહી હતી

 

(11:27 PM IST)