News of Thursday, 16th May 2024
ગરમીમાં મળશે છુટકારો : દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 31મેની આજુબાજુમાં કેરલના તટ સુધી પહોચશે
ચોમાસાની અસલી શરુઆત 27 મેથી 4 જૂની વચ્ચે થઈ શકે

નવી દિલ્હી: ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે બુધવારે ઘોષણા કરી છે કે હાલના જળવાયુ પૂર્વાનુમાનો અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 31મેની આજુબાજુમાં કેરલના તટ સુધી પહોંચવાની આશા છે.
જે વરસાદની સીઝનની શરુઆતનું પ્રતીક છે. મૌસમ વિભાગે કહ્યું કે, ચોમાસાની અસલી શરુઆત 27 મેથી 4 જૂની વચ્ચે થઈ શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આમ તો લગભગ એક અઠવાડીયા પહેલા અથવા બાદ, હાલમાં 1 જૂને કેરલમાં પ્રવેશ કરે છે
મૌસમનું પૂર્વાનુમાન લગાવતી એજન્સી આઈએમડીએ પોતાના તાજેતરના પૂર્વાનુમાનમાં કહ્યું કે, આ વર્ષ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુના +/- 4 દિવસની મોડલ ત્રુટિ સાથે 31 મેના રોજ કેરલ પહોંચવાની સંભાવના છે.
આઈએમડીના મહાનિદેશકર મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે, આ જલ્દી નથી. આ સામાન્ય તારીખની નજીક છે. કારણ કે કેરલમાં ચોમાસાની શરુઆતની સામાન્ય તારીખ 1 જૂન છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું એક મૌસમી હવાઓનું પેટર્ન જે ભારતમાં સૌથી જરુરી વરસાદ લાવે છે. તે ભારતની ખેતી માટે મહત્વપૂર્ણ છે, કેમ કે દેશનો મોટા ભાગનો વાર્ષિક વરસાદ અહીંથી થાય છે
જૂન અને જુલાઈને ખેતી માટે સૌથી મહત્વનું ચોમાસું મહિને માનવામાં આવે છે. કેમ કે આ ગાળામાં ખરીફ પાકની મોટા ભાગની વાવણી થાય છે. ચોમાસુ દક્ષિણ-પશ્ચિમથી ચાલે છે. મોટા ભાગે જૂનની શરુઆતમાં કેરલમાં પહોંચે છે અને સપ્ટેમ્બરના અંત સુધી પાછું જતું રહે છે
આઈએમડીના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસુ સીઝન દરમ્યાન સામાન્ય બેથી વધારે વરસાદ હોવાનું અનુમાન છે. ગત વર્ષે ચોમાસાની શરુઆત અનુમાનિત તારીખથી ચાર દિવસ મોડુ 8 જૂને થઈ હતી.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
