<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ બહારથી સમર્થન આપશે: મમતાની મોટી જાહેરાત*

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રમાં વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ટી.એમ.સી. - તૃણમૂલ કોંગ્રેસ પક્ષ બહારથી સમર્થન આપશે તેવી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે.

મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીને બંગાળની સીપીએમ અને કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ દિલ્હીની રાજનીતિમાં ઈન્ડિયા એલાયન્સની તેઓ સાથે છે

(2:21 AM IST)