તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૪ શનિવાર
ઈનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજિયાત નહીં : હોસ્પિટલોની દાદાગીરી બંધ : દરેક ગુજરાતીને લાગુ પડતો સરકારનો મોટો નિર્ણય : ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી.. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કર્યો પરિપત્ર... ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ..2:34 PM IST
જેલમાં રાત વિતાવી સવારે છુટયો અલ્લુ અર્જુન : પુષ્પા-૨ સ્ટારને ૧૪ દિવસની જયુ.કસ્ટડીની સજા બાદ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા પણ જેલ તંત્રને જામીનનાં કાગળો મોડી રાત સુધી નહિ મળતા જેલમાં વિતાવવી પડી રાત્રી : આજે સવારે જેલમુકત થતાં પહેલા ઓફિસે ગયો પછી ઘરે પહોંચયો : ઘરે હર્ષભેર સ્વાગત કરાયું : ફેન્સના ટોળેટોળા10:05 AM IST
છત્તીસગઢ બસ્તરમાં એન્કાઉન્ટરમાં 2 મહિલાઓ સહીત 7 નક્સલવાદી ઠાર : રામચંદ્ર પર 25 લાખનું ઈનામ હતું : છત્તીસગઢના બસ્તરના દક્ષિણ અબુઝહમદ વિસ્તારના જંગલમાં એન્કાઉન્ટરમાં ફોર્સે ઓરિસ્સા સ્ટેટ કમિટીના સભ્ય રામચંદ ઉર્ફે કાર્તિક ઉર્ફે દાસરુને ઠાર માર્યો છે, જેના પર 25 લાખનું ઈનામ જાહેર કરાયું હતું 12:19 AM IST
પીએમ માત્ર બ્લેમ ગેમ કરી રહ્યા છીએ, જૂની વાતોનું પુનરાવર્તન કરે છે :કેસી વેણુગોપાલે આપી પ્રતિક્રિયા : કોંગ્રેસના નેતા અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે પીએમ મોદી જૂની વાતોનું પુનરાવર્તન કરે છે. જ્યારે વિપક્ષી નેતા લોકસભામાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા ત્યારે સરકારનો કોઈ મોટા નેતા ગૃહમાં હાજર નહોતા 12:07 AM IST
એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન સક્રિય : એક દેશ તરફ આગળ વધ્યું;પહાડોમાં હિમવર્ષા અને 8 રાજ્યોમાં વરસાદ: અહીં ઠંડી વધશે : દેશમાં ફરી એકવાર તોફાનનો ખતરો:શિયાળાની કઠોરતા પણ ચાલુ રહેશે અને વરસાદ બાદ કડકડતી ઠંડીમાં વધારો થશે:હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું:જાણો તોફાનની અસર ક્યાં જોવા મળશે?11:02 PM IST
શિયા મુસ્લિમ અભિનેત્રી સાથે પ્રેમ થયો :પિતાએ તેના પર પિસ્તોલ પણ તાકી :પુત્રના માથાના બે ટુકડા કરી નાખ્યા ! : એક અભિનેત્રીની વાર્તા જે તેના પિતાની ઈચ્છાથી નાખુશ હતી અને લગ્ન પછી પણ તેને સુખ ન મળ્યું. જીવનમાં જોધપુરના મહારાજાનો પ્રેમ તો મળ્યો જ પણ સાથે સાથે પોતાનું બાળક ગુમાવવાનું દુઃખ પણ મળ્યું: વાંચો દર્દનાક દાસ્તાં 9:27 PM IST
ઠગોએ બેંક ખાતામાં રૂ. 175 કરોડથી વધુના વ્યવહારો:યુએસ ડોલરમાં વિદેશ મોકલ્યા નાણાં:જાણો કેવી રીતે થયો પર્દાફાશ : સાયબર રેન્જ પોલીસ સ્ટેશને પવન કુમાર સિંહ અને ગગન દીપની ધરપકડ કરી: છેતરપિંડી કરેલી રકમને યુએસ ડૉલરમાં કન્વર્ટ કરીને હોંગકોંગ અને થાઈલેન્ડ મોકલી:પોલીસે 41 બેંક ખાતા, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કર્યા: આરોપીઓ અનેક રાજ્યોમાં ગુનાખોરી ધરાવતા હોવાનું બહાર આવ્યું8:20 PM IST
વાયુ પ્રદૂષણને રોકવા માટે GRAP - 2ના નિયમો કડક બન્યા: હવે આ વાહનોને દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ : ગ્રેપ 2 ની કેટલીક જોગવાઈઓને ગ્રેપ 3 માં સમાવીને વધુ કડક બનાવાઈ :હવે, BS-6 ડીઝલ એન્જિન ઇલેક્ટ્રિક અને CNG બસો સિવાય, અન્ય રાજ્યોમાંથી NCR થઈને દિલ્હી આવતી અન્ય ડીઝલ એન્જિન બસોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે8:00 PM IST
દિલ્હી હવે ક્રાઈમ કેપિટલ બની ગયું છે અને મહિલાઓ વિરુદ્ધ અપરાધ, હત્યા અને છેડતીના મામલા વધી રહ્યા છે. : અમિતભાઈ શાહજી, મારે તમને મળવું છે...: અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી પાસે મળવાનો સમય માંગ્યો : હત્યાના મામલામાં દિલ્હી નંબર વન ,ભારતના 19 મેટ્રો શહેરોમાં, દિલ્હી મહિલાઓ સામેના ગુનાઓમાં નંબર વન,એટલું જ નહીં પરંતુ દિલ્હીમાં ખંડણીની ગેંગ સક્રિય બની છે : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતાનો ભાજપ સરકાર સામે પ્રહાર3:47 PM IST
પોતાના દેશમાં હિંદુઓ પર અત્યાચાર ગુજારતું બાંગ્લાદેશ હવે નવી મુસીબતમાં ફસાઈ ગયું : અરાકાન આર્મીએ બાંગ્લાદેશની સરહદે આવેલા મોટા વિસ્તાર પર કબજો કરી લીધો : આ ઘટના બાદ અરાકાન આર્મીનો બાંગ્લાદેશ સાથેની 271 કિલોમીટર લાંબી સરહદ પર સંપૂર્ણ નિયંત્રણ : મ્યાનમાર આર્મીની છેલ્લી બાકી રહેલી પોસ્ટને કબજે કરી લીધી, આ પોસ્ટના કમાન્ડર, બ્રિગેડિયર જનરલ થુરિન તુન જ્યારે યુદ્ધમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેને પકડી લેવામાં આવ્યો3:23 PM IST
જો તમે કોઈ રહસ્યમય ડ્રોન જુઓ તો તેને તરત જ નીચે પાડી દો : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળતા રહસ્યમય ડ્રોનને ‘શૂટ ડાઉન’ કરવાની સૂચના આપી : જો કે અમેરિકી સરકાર અને વ્હાઇટ હાઉસે અત્યાર સુધી કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ ખતરો નથી કે આમાં કોઈ વિદેશી સંડોવણીના કોઈ પુરાવા નથી, તેમ છતાં રહસ્યમય ડ્રોનનું જોવું એ તપાસનો વિષય3:22 PM IST
સંભલમાં અધિકારીઓને વીજળીના દરોડા દરમિયાન દીપા સરાય વિસ્તારમાં મુસ્લિમ વસ્તીમાં 46 વર્ષ બાદ ખુલ્યા શિવ મંદિરના દરવાજા : 1978ના રમખાણો બાદ હિંદુઓએ વિસ્તાર છોડી દીધો હતો : આ મંદિરમાં ભજન અને કીર્તન થતા હતા, મંદિરની બાજુમાં એક કૂવો છે જેને અકીલ અહેમદે બ્રિજ કર્યો હતો મંદિરમાં મુસ્લિમ વસ્તી હોવાથી તેને કબજે કરીને ઘરમાં ભેળવી દેવામાં આવ્યું હતું3:41 PM IST
અલ્લુ અર્જુન સાથે 'દુર્વ્યવહાર ' કરાયો ?: હૈદરાબાદ પોલીસે અભિનેતાની ધરપકડ પર આ સ્પષ્ટતા આપી : અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડના કલાકો પછી અહેવાલો દાવો કરવા લાગ્યા કે પોલીસે અભિનેતા સાથે ખરાબ વર્તન કર્યું હતું. હવે હૈદરાબાદ પોલીસે આ સંબંધમાં નિવેદન જારી કરીને અભિનેતાની અટકાયતને યોગ્ય અને સ્પષ્ટતા કરી11:16 AM IST
વ્યંઢળ સાથે લગ્ન કરાવ્યા .દહેજ કાયદો પણ લગાવ્યો, જીવવાની હિંમત નથી અઢી પાનાની સ્યુસાઇડ નોટ લખી યુવકે કર્યો આપઘાત : શિવપુરીના જાફીર ખાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી:સ્યુસાઇડ નોટમાં તેણે આરોપ લગાવ્યો કે તેણે એક મહિલા વ્યંઢળ તનવીર સાથે લગ્ન કર્યા ત્યારબાદ સંબંધો બગડ્યા અને દહેજ એક્ટ પણ નોંધવામાં આવ્યો 12:13 AM IST
ઉત્તરાખંડનું સુખદ વાતાવરણ વચ્ચે સીડીઓ પર આવેલું છે સુંદર પહાડી નગર :સાહસિક પ્રવાસન માટેનું સ્થળ : ઉત્તરાખંડનું સુંદર પહાડી શહેર ટિહરીને ચંદીગઢ જેવા માસ્ટર પ્લાન સાથે વિકસાવવામાં આવ્યું :ટિહરી ડેમ અને તેના વિશાળ સરોવર સાથે આ શહેર સાહસિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર પણ છે. રિવર-રાફ્ટિંગ, ટ્રેકિંગ, રોક ક્લાઈમ્બિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ10:40 PM IST
ભારત લાંબા સમય સુધી કાયરોના હાથમાં ક્યારેય રહ્યું નથી ;દેશ ઉભો થશે અને લડશે: પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડા પ્રધાન મોદી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા: કટાક્ષ કરતાં કહ્યું હતું કે કદાચ વડા પ્રધાન સમજી શક્યા નથી કે બંધારણ 'સંઘનું વિધાન ; નથી 10:50 PM IST

Uber એ બેંગલુરુમાં માત્ર મહિલાઓ માટે બાઇક ટેક્સી સેવા *મોટો વુમન* શરૃ કરી છે.
અકિલા સોશ્યિલ મીડિયાતમે જે વ્યક્તિની વાત કરો છો એ વ્યક્તિ તમારા જ સાંસદ સાથે નજીકના સંબંધો ધરાવે છે તમામ અધિકારીઓ સાથે પણ તેના સંબંધો છે એ બાબતે તમે શું કહેશો? ઇસુદાન ગઢવીએ હર્ષ સંઘવીને આપ્યો સણસણતો જવાબ : ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરી કહ્યું કે, હું હર્ષભાઈ ને કહેવા માગું છું કે તમે ગુજરાતના ગૃહમંત્રી છો તમે ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે...3:38 PM IST
તેરા તુજ કો અર્પણ*’ : ગુજરાત પોલીસની એક અનન્ય પહેલ : બે વર્ષમાં ૨૮૦૨ કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે રૂ. ૧૮૦.૩૭ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : મંદિર ચોરીના ૬૫ ગુનાઓ ડિટેક્ટ કરીને ૧૩૦ આરોપીઓને પકડવામાં આવ્યા: રૂ. ૧.૫૭ કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં પોલીસે સફળતા મેળવી : પોતાની ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુ પરત મેળવવા મૂળ માલિકોએ હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નથી પડતા : ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ કિંમતી મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો 1:12 PM IST
સુરતના આંગણે પિતાવિહોણી 111 દીકરીઓના અનોખા સમુહલગ્ન યોજાયા :હવે મહેશ સવાણી 5274 દીકરીઓના પાલક પિતા બન્યા : મુખ્યમંત્રીએ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું: 'પિયરીયું' છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી દીકરીઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા :કાર્યક્રમને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું12:42 AM IST
પુત્રવધુની હત્યા કરી આકસ્મિક મોતમાં ખપાવનાર સાસુને આજીવન કેદની સજા: જાણો સમગ્ર મામલો : કણભા પોલીસ સ્ટેશનના કુહામાં 22 વર્ષીય પરિણીતાનુ મોત થયું:યુવતીને સાસરીમાં ઘરે પાણીની કુંડી પાસે ઇલેકટ્રીક શોર્ટ લાગતા પાણીની કુંડીમાં પડી જવાથી માંથાના ભાગે ઇજા થવાથી મોત થયું :આખરે હત્યાનો ભેદ ઉકેલાયો 8:32 PM IST
રાજકોટ એઇમ્સના કોન્ટ્રાકટર માહી બિલ્ડકોનના સંચાલકે મોરબીના પેટા કોન્ટ્રાકટરને બિલ ન ચુકવી ધમકી દીધી : લાદી લગાવવાના કામના ૧૫ લાખ સામે ૪.૩૦ લાખ ચુકવી બાકીના ૧૦.૭૦ લાખ ન ચુકવ્યાનો આરોપ : મોરબીના ધર્મેશ મકવાણાને માહી બિલ્ડકોનના તુષાર રાવલે વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ તુષાર રાવલે કહ્યું-મારા ડ્રાઇવરને ફોન કરીશ તો તું એઇમ્સની બહાર નહિ નીકળી શકે, તારા કટકા કરાવી નાખીશ, તારું બિલ નથી આપવું થાય તે કરી લે!10:58 AM IST
પોલીસમાં સ્ટ્રેસ લેવલ ઘટે અને સ્પોર્ટસમેન સ્પીરીટ વધે તેવા ઉદ્દેશ સાથે રમતોત્સવ ખુલ્લો મુકતાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા : પાંચ દિવસ સુધી અલગ અલગ રમતોમાં ટ્રેક-ફિલ્ડમાં ૯, ટીમ ગેમમાં ૬, ઇન્ડોર ગેમ્સમાં ૪ ઇવેન્ટનો સમાવેશઃ ચાર ડીસીપીની ટીમોમાં ૪૫૦ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ કોૈવત દાખવશે પોલીસ કમિશનરે ટોસ ઉછાળી રસ્સાખેંચ મેચથી રમતોત્સવનો આરંભ કરાવ્યોઃ જેમાં ડીસીપી ક્રાઇમની ટીમ ડીસીપી ઝોન-૧ સામે વિજેતા બની, બીજા મેચમાં ડીસીપી ઝોન-૨ સામે ડીસીપી પીએચક્યુ, ફૂટબોલમાં પણ ડીસીપી ઝોન-૨ સામે ડીસીપી પીએચક્યુ અને બાસ્કેટ બોલ મહિલા વિભાગમાં ડીસીપી ક્રાઇમ, ડીસીપી પીએચક્યુની ટીમો વિજયી બની3:32 PM IST
રાજકોટમાં ૩૦ હજાર કેસોની મેગા-લોક-અદાલત યોજાઇઃ અકસ્માત કેસોમાં કરોડોનું વળતર મંજુર : અકસ્માત કેસો ઉપરાંત ફોજદારી-ચેક રિટર્ન, બેંક લેણાના કેસો, લગ્ન વિષયક અને લેણી રકમના કેસો મુકાયાઃ જીઇબી, મ્યુનિ. કોર્પોરેશનના કેસોમાં લાખોની રકમની રીકવરી કરાઇ : ઇ-મેમાના કેસોમાં પણ મોટી રકમની વસુલાત, દિવાની જમીન સંબંધી-રેવન્યુ કેસોના દાવાનો પણ નિકાલઃ લોક-અદાલતથી બંને પક્ષકારો વિવાદ મુકત બને છેઃ સેસન્સ જજ વી.બી.ગોહીલ3:48 PM IST
માર્ગ મકાન વિભાગના સિનીયર ક્લાર્કે પ્રમાણપત્ર આપવા ૫ હજારની લાંચ લીધીઃ એસીબીએ દબોચ્યો : ફરિયાદીને સરકાી ક્વાર્ટર ઉપલબ્ધ નથી તે પ્રકારનું પ્રમાણપત્ર કચેરીમાં આપવાનું હતું: પણ ક્લાર્કે આ માટે લાંચ માંગીઃ એસબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપરવિઝનમાં પીઆઇ વિરાણી અને ટીમનું સફળ છટકુ11:08 AM IST
કાલે ૯૦થી વધુ કલાકારોની કલાનો ખજાનો ખુલશે : શ્રદ્ધા રાયચુરા દ્વારા ‘આર્ટ ફિએસ્ટા-૨૦૨૪'નું અણમોલ આયોજન : કાલાવડ રોડ પર આવેલ સરાઝા ખાતે સવારે ૯ થી રાત્રે ૯ સુધી ગુજરાતભરમાં કલાકારોને માણવાની, જોવાની અને હાથેથી બનાવેલ કલાકૃતિઓ ખરીદવાની તક જ્જ ૮ થી ૧૦ પ્રકારના વિવિધ કલાના વર્કશોપનું પણ આયોજન2:58 PM IST
રાજકોટ બાર એસો.ની ચુંટણીનો જંગ જામ્યોઃ પ્રમુખપદ માટે છ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : મુખ્ય ત્રણ પેનલો કાર્યદક્ષ-સમરસ અને એકટીવ પેનલના હોદેદારો દ્વારા પ્રચાર કાર્યનો પ્રારંભઃ બકુલ રાજાણી, દિલીપ જોષી અને પરેશ મારૂ વચ્ચે સીધો ત્રિકોણીયો ચુંટણી જંગઃ ઉપપ્રમુખ પદ માટે પણ ત્રિપાંખીયો જંગઃ સેક્રેટરી અને મહિલા અનામતની જગ્યા ઉપર ચાર-ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધાઃ કારોબારીની ૯ જગ્યા માટે ર૬ ઉેમેદવારો મેદાનમાં: ર૦ મીએ મતદાન અને મોડી સાંજે પરીણામ4:14 PM IST
સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ પાસે અમદાવાદના ભક્ત પોતાનું હેલિકોપ્ટર પ્રસાદીનુ કરવા આવ્યા :જુઓ વિડીયો : પ. પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ હનુમાનજી મહારાજના પ્રાસાદિક ઉપચારોથી પ્રસાદીનો દોરો અને પ્રસાદીનો જળ છાંટી અને હેલિકોપ્ટરને પવિત્ર કર્યું એમના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી 7:33 PM IST
શ્રી શંકરાચાર્ય ગુરુકુળ, દ્વારકા ખાતે શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્યપાદ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીની પરમ અધ્યક્ષતામાં સંસ્કૃત શાસ્ત્રોની જાળવણીની આગવી પરંપરા સમાન 33મી રાજ્ય સ્તરીય સ્પર્ધાનું ભવ્ય આયોજન : ઉદ્ઘાટન સમારંભમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, રાજ્યના શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક2:30 PM IST
મોરબીમાં ભાજપ સામે ભાજપ, ભાજપમાં આંતરિક વિખવાદ ખુલીને બહાર આવ્યો !! ધારાસભ્ય અમૃતિયા અને અજય લોરિયા આમને સામને. : જિલ્લા પંચાયતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સિંચાઇ સમિતિના ચેરમેનનું નામ કાપી નાખતા રાજકીય વિવાદ સપાટી પર આવ્યો:અજય લોરિયાએ કહ્યું મોરબીમાં ધારાસભ્ય છે જ નહીં : કાંતિલાલે કહ્યું માલ વગરની દુકાન બંધ થઈ જતા દુઃખાવા ઉપડયા.8:58 PM IST
રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ભાવનગરમાં દિવ્યાંગજનો માટે ADIP (એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય) યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિર યોજાઈ : આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધીમાં "વિકસિત ભારત" માટેના વિઝનને સાકાર કરવા માટે અનુરૂપ :જે ખાતરી આપે છે કે દરેક દિવ્યાંગજનોને સમાજમાં યોગદાન આપવાની તક મળે3:05 PM IST
ગીર પંથકના ધુરંધર આહિર અગ્રણી સ્વ.અરજણભાઈ માંડાભાઈ વાઢેરના પત્નિ અમરીમાંનુ અવસાન : સોરઠના સ્વર્ગીય પૂર્વ સાંસદ જસુભાઈ બારડના સાસુ, રસુલપરા(ગીર)ના માજી સરપંચ નગાજણભાઈ વાઢેર તથા શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્ય નરેન્દ્રભાઈ વાઢેરના માતળશ્રીના અવસાનથી ઘેરો શોકઃ ત્રિવેણી સંગમ-પ્રભાસ પાટણ ખાતે અંતિમ સંસ્કારઃ સગા-સંબંધીઓ-જ્ઞાતિજનો-સામાજિક-રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના લોકો અંતિમયાત્રામાં જોડાયા2:01 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST
















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી























































































































































































