News of Thursday, 16th May 2024
સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકોની પર અંધાધુંધ ફાયરીંગઃ સ્થિતી નાજુક

નવી દિલ્હી,તા. ૧૬: સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોની હત્યાનો પ્રયાસ થયો છે. હુમલાખોરે વડાપ્રધાન ફિકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા વડાપ્રધાનને તત્કાળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. દરમિયાન હુમલાખોરને સલામતી દળોએ તત્કાળ પકડી લીધો હતો.
અહેવાલ મુજબ સ્લોવાકિયા સરકારની કેબિનેટ બેઠક પૂરી કરીને વડાપ્રધાન બહાર આવ્યા ત્યારે તેમના પર એક વ્યકિતએ અચાનક ગોળીબાર કર્યો હતો. ઘટનાસ્થળે હાજર એક પત્રકારના જણાવ્યા અનુસાર 'ત્રણ કે ચાર' શોટ સંભળાયા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર તેમને એરલિફ્ટ કરીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જોકે, પોલીસ દ્વારા તરત જ હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. દરમિયાન, વડાપ્રધાન ફિકો ઉપર થયેલા આ હુમલા અંગે દુનિયાભરના નેતાઓએ ખેદ વ્યકત કરીને તેને વખોડી કાઢ્યો હતો.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
