<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

છોકરાઓ કરતા વધુ છોકરીઓ ડોકટર બનવાનું પસંદ કરે છે

નીટ - યુજી પરીક્ષામાં ૧૩ લાખ છોકરીઓ : ૧૦ લાખ છોકરાઓ

ગ્‍વાલિયર તા. ૧૬ : એક સમય એવો હતો જયારે તબીબી વ્‍યવસાયમાં મોટે ભાગે પુરુષોનું વર્ચસ્‍વ હતું. હાલમાં આમાં બદલાવ જોવા મળી રહ્યો છે. પરિવર્તનનો આ પવન NEET UG ના આંકડાઓ જોઈને જાણી શકાય છે. મોટાભાગના રાજયોમાં મેડિકલ કોલેજોમાં એડમિશન માટે NEET UGમાં સૌથી વધુ દીકરીઓએ હાજરી આપી છે. આ વર્ષે ૧૩ લાખ ૩૧ હજાર ૩૨૧ છોકરીઓ અને ૯ લાખ ૯૬ હજાર છોકરાઓએ યુજીની પરીક્ષા આપી હતી. જો મધ્‍યપ્રદેશની વાત કરીએ તો અહીં ૭૪,૦૯૦ દીકરીઓ અને ૫૬,૧૩૮ પુત્રોએ NEET UGની પરીક્ષા આપી હતી, જયારે પરીક્ષા માટે કુલ ૧ લાખ ૩૩ હજાર ૬૪૪ રજિસ્‍ટ્રેશન થયા હતા. જયારે રાજસ્‍થાન, બિહાર અને પヘમિ બંગાળ જેવા રાજયો આ બાબતમાં અપવાદ બની રહ્યા છે અને અહીં દીકરીઓ કરતાં વધુ પુત્રોએ NEET UG પરીક્ષા આપી છે.

એક તરફ દેશના મોટાભાગના રાજયોમાં દીકરીઓ તબીબી વ્‍યવસાયમાં જોડાવા માંગે છે, તો બીજી તરફ ત્રણ રાજયો રાજસ્‍થાન, પヘમિ બંગાળ અને બિહાર અપવાદ બની રહ્યા છે. રાજસ્‍થાનમાં ૧,૦૪,૭૫૩ પુત્રો અને ૮૮,૩૬૭ પુત્રીઓ, બિહારમાં ૭૨,૬૬૧ પુત્રો અને ૬૩,૫૨૭ પુત્રીઓ અને પヘમિ બંગાળમાં ૬૧,૪૬૧ પુત્રો અને ૫૫,૮૪૭ પુત્રીઓએ આ પરીક્ષા આપી હતી.

હાજરીપત્રકમાં આગળઃ NEET UG-૨૦૨૪ની હાજરીપત્રક મુજબ, દીકરીઓ પરીક્ષામાં હાજર રહેવામાં પુત્રો કરતાં આગળ રહી છે. પરીક્ષામાં પુત્રોની હાજરી ૯૬.૯૨ ટકા અને પુત્રીઓની હાજરી ૯૬.૯૬ ટકા રહી હતી. એકંદરે હાજરી ૯૬.૯૪ ટકા રહી છે.

(2:56 PM IST)