તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 16th May 2024
સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં નિર્દોષઃ નેપાળ ક્રિકેટ એસોસિએશને સસ્પેન્શન રદ કર્યું
૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં કોર્ટે આઠ વર્ષની જેલની સજા ફટકારેલઃ દિલ્હી કેપિટલ્સે તેને ૩૨ લાખ રૂપિયામાં ખરીદ્યો ત્યારે સંદીપ આઈપીએલમાં રમનાર નેપાળનો પ્રથમ ખેલાડી બનેલ : બહેનના ઘરે રહીને અભ્યાસ કરતો હતો ત્યારે સંદીપ ઘરથી ક્રિકેટ એકેડમીનું ૧૮ કિલોમીટરનું અંતર પગપાળા જ કાપતો : સંદીપના પિતા ચંદ્ર નારાયણ ભારતીય રેલ્વેમાં નોકરી કરતા'તા : સંદીપે ચોથા ધોરણ સુધી ભારતમાં અભ્યાસ કર્યો'તો

ખટમંડુઃ : નેપાળના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર અને કેપ્ટન રહી ચૂકેલ સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર થતા નેપાળ ક્રિકેટ એસોસિએશને સંદીપનું સસ્પેન્શન રદ કર્યું છે.
નેપાળમાં ૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં કોર્ટે આઠ વર્ષની જેલની સજા ફટકારેલ, દરમિયાન નેપાળની પાટન હાઈકોર્ટ દ્વારા ગઇકાલે ે જ બળાત્કારના કેસમાં સંદીપને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સંદીપને ડિસેમ્બર ૨૦૨૩માં ૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.
જાન્યુઆરી ૨૦૨૪માં સંદીપને આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સંદીપના વકીલ સબિતા ભદ્રીએ જણાવ્યું કે, સંદીપ દોષિત ન હતો. હાઈકોર્ટે તેને મુક્ત કરવો પડ્યો.સંદીપ લામિછાને નેપાળ ક્રિકેટનો ચહેરો રહ્યો છે. ધરપકડ પહેલા તે આઈપીએલમાં પણ રમ્યો હતો.નવેમ્બર ૨૦૨૨માં સંદીપે બળાત્કારના આરોપોને કારણે કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું.
જાન્યુઆરી ૨૦૨૪માં જ્યારે સંદીપને બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો ત્યારે નેપાળ ક્રિકેટ એસોસિએશને તેને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો.
સંદીપના પિતા ચંદ્ર નારાયણ ભારતીય રેલ્વેમાં નોકરી કરતા હતા. સંદીપે ચોથા ધોરણ સુધી ભારતમાં અભ્યાસ કર્યો અને પછી નેપાળ પાછો ફર્યો હતો.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
