<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

સરકાર અમારી બધી કમાણી છીનવી રહી છે...નાણામંત્રી સીતારમણે બ્રોકરના સવાલનો જવાબ રમૂજી રીતે ટાળ્‍યો

મુંબઈમાં એક બ્રોકરે નાણા મંત્રી નિર્મલા સીતારમણને ટેક્‍સને લઈને વિચિત્ર સવાલ પૂછયો : તેમણે કહ્યું કે સરકાર સ્‍લીપિંગ પાર્ટનરની જેમ કામ કરી રહી છે જ્‍યારે બ્રોકર વર્કિંગ પાર્ટનર છે તેનો તમામ નફો સરકાર ઉઠાવી રહી છે

 

નવી દિલ્‍હી, તા.૧૬: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ માટે એક અજીબોગરીબ પરિસ્‍થિતિ ઊભી થઈ જ્‍યારે એક કાર્યક્રમમાં એક બ્રોકરે સ્‍ટોક માર્કેટ બ્રોકર્સ અને રિયલ એસ્‍ટેટ ટ્રાન્‍ઝેક્‍શન પર ભારે ટેક્‍સ લાદવા અંગે પ્રશ્‍ન પૂછયો. બીએસઈના એક કાર્યક્રમમાં બ્રોકરે નાણામંત્રીને પૂછયું હતું કે દલાલો બધુ દાવ પર લગાવીને જોખમ લઈ રહ્યા છે પરંતુ સરકારને તેનો તમામ લાભ મળી રહ્યો છે. તમે અમારા સ્‍લીપિંગ પાર્ટનર છો અને હું મારા પૈસા, જોખમ, સ્‍ટાફ અને દરેક વસ્‍તુનું રોકાણ કરીને મારો ર્વકિંગ પાર્ટનર છું. નાણામંત્રીએ રમૂજી રીતે આ પ્ર‘નો જવાબ ટાળ્‍યો હતો.

બ્રોકરે નાણામંત્રીને પ્રશ્‍ન કર્યો હતો કે તેમના જોખમ અને રોકાણ છતાં સરકાર દલાલો કરતાં વધુ કમાણી કરી રહી છે. બ્રોકરોએ GST, IGST, સ્‍ટેમ્‍પ ડ્‍યુટી સિકયોરિટીઝ ટ્રાન્‍ઝેક્‍શન ટેક્‍સ અને લોંગ ટર્મ કેપિટલ ગેન્‍સ ટેક્‍સ ચૂકવવો પડશે. તેમણે કહ્યું, આજે ભારત સરકાર દલાલ કરતાં વધુ પૈસા કમાઈ રહી છે. હું બધું જ રોકાણ કરું છું, હું મોટું જોખમ લઈ રહ્યો છું અને ભારત સરકાર મારો બધો નફો તેના હિસ્‍સા તરીકે લઈ રહી છે. તમે મારા સ્‍લીપિંગ પાર્ટનર છો અને હું મારા ફાઇનાન્‍સ, રિસ્‍ક, સ્‍ટાફ સાથે મારો ર્વકિંગ પાર્ટનર છું.

એટલું જ નહીં, બ્રોકરે મુંબઈમાં ઘર ખરીદવા માટે વસૂલવામાં આવતા ભારે ટેક્‍સનો મુદ્દો પણ ઉઠાવ્‍યો હતો. તેણે કહ્યું કે તેણે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી અને જીએસટીના રૂપમાં ૧૧ ટકા ટેક્‍સ ચૂકવવો પડશે. મુંબઈ જેવા શહેરમાં જ્‍યારે હું ઘર ખરીદું છું ત્‍યારે ૧૧ ટકા રકમ મારા ખિસ્‍સામાંથી નીકળી જાય છે. મર્યાદિત સંસાધનો ધરાવતા માણસને મદદ કરવા માટે તમારી પાસે કઈ યોજના છે? આનો સીતારમણે મજાકિયા અંદાજમાં જવાબ આપ્‍યો. તેણે કહ્યું કે સ્‍લીપિંગ પાર્ટનર અહીં બેસીને જવાબ આપી શકતો નથી.

(5:00 PM IST)